<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ઈરાન સાથેનું યુદ્ધ લગભગ પૂરું થવા આવ્યું છે, અંતિમ તબક્કામાં: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાનું લક્ષ્ય પૂરું થયું છે અને ઈરાન કરાર કરવા માંગે છે: અમેરિકન પ્રેસિડેન્ટ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે અમેરિકાનું લક્ષ્ય પૂરું થયું છે અને ઈરાન કરાર કરવા માંગે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 

 

ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે જો અમેરિકા અત્યારે પાછળ હટી જાય તો ઈરાનને તેની વર્તમાન સ્થિતિમાંથી બહાર આવતા ૨૦ વર્ષ જેટલો સમય લાગશે. 

 

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વચ્ચે શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડની શરૂઆત થઈ રહી છે. તાજેતરમાં જ પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ ઈરાનના બંદરો પર નૌકાદળ દ્વારા નાકાબંધી કરી દીધી હતી. 

 

ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમને અટકાવવા માટે સીધો સૈન્ય હુમલો કરવો જરૂરી હતો.

(2:25 PM IST)