<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

૨,૦૦,૦૦૦ કારનું વેઇટિંગ : મારુતિ સુઝુકી ઉત્‍પાદન ક્ષમતા વધારશે

કારના વેઇટિંગમાં મોટાભાગની નાની કારનો સમાવેશ થાય છે

મુંબઈ,તા.૨૧: ભારતની અગ્રણી કાર ઉત્‍પાદક, મારુતિ સુઝુકી, ૨૦૦,૦૦૦ થી વધુ કારનું વેઇટિગ પહોંચી વળવા માટે તેની ઉત્‍પાદન ક્ષમતા ઝડપથી વધારી રહી છે. કારના વેઇટિંગમાં મોટાભાગની નાની કારનો સમાવેશ થાય છે.

મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે જણાવ્‍યું હતું કે, અમારી પાસે ૨૦૦,૦૦૦ કારનું વેઇટિંગ  છે અને અમે આગામી થોડા મહિનામાં તે પહોંચાડવાની આશા રાખીએ છીએ. આ કરવા માટે, અમે અમારું ઉત્‍પાદન વધારી રહ્યા છીએ, જેમાં હરિયાણાના ખારખોડામાં ૨૫૦,૦૦૦ કારનું ઉત્‍પાદન અને અમારા ગુજરાત પ્‍લાન્‍ટમાં ૨૫૦,૦૦૦ કારનો સમાવેશ થશે. આ ધીમે ધીમે કરવામાં આવશે અને ૨૦૨૬-૨૭ ના અંત સુધીમાં ૫ લાખ કાર સુધી પહોંચશે.

ભાર્ગવે સમજાવ્‍યું કે આ ફેક્‍ટરીઓમાં એસેમ્‍બલી લાઇનમાં એક મોડેલથી બીજા મોડેલમાં શિફટ થવાની સુવિધા છે, જે તેમને વેઇટિગ લિસ્‍ટવાળી નાની કારની વિશાળ માંગને પહોંચી વળવામાં મદદ કરશે. તેમણે કહ્યું, હાલમાં, અમારા ડીલરો પાસે ફક્‍ત એક અઠવાડિયા માટે સ્‍ટોક છે, જ્‍યારે સામાન્‍ય રીતે સ્‍ટોક ૩૦ દિવસ માટે હોય છે. નિકાસ શરૂ કર્યા પછી, કંપનીએ સ્‍થાનિક બજારમાં ઇ-વિટારા લોન્‍ચ કર્યું છે.

ઇલેક્‍ટ્રિક કાર માટે મારુતિની યોજનાઓ વિશે પૂછવામાં આવતા, ભાર્ગવે કહ્યું, આયાતી સેલને કારણે, ઇલેક્‍ટ્રિક કારમાં કુલ આયાતી ઘટકો ૫૦ ટકાથી વધુ છે, તેથી અમે ઉત્‍પાદન લિક્‍ડ ઇન્‍સેન્‍ટિવ (PLI) યોજનાના લાભો માટે પાત્ર નથી. પરંતુ અમે સ્‍થાનિક સ્‍તરે બેટરીઓનું પેકેજ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જે એકંદર આયાત સામગ્રી ઘટાડશે અને PLI પડકારનો સામનો કરશે.

ભાર્ગવે સમજાવ્‍યું કે નાની કાર પર ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) ઘટાડવાના સરકારના નિર્ણયથી આ સેગમેન્‍ટને નોંધપાત્ર પ્રોત્‍સાહન મળ્‍યું છે. તેમણે કહ્યું, ઘણા લોકોએ ચિતા વ્‍યક્‍ત કરી હતી કે GSTમાં ઘટાડાથી સરકારી આવકમાં ઘટાડો થશે, પરંતુ ઘટાડાથી તેમને કોઈ અસર થઈ નથી. આનું કારણ એ છે કે નાની કારનું વેચાણ વધ્‍યું છે. નાણાકીય વર્ષ ૨૬ માં અમારા વેચાણમાં આ કારનો હિસ્‍સો ૭૦% હતો.

યુએસ-ઈરાન યુદ્ધની અસર અને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ પર તેની અસર અંગે, ભાર્ગવ કહે છે, મને લાગે છે કે આગામી મહિનામાં ચિત્ર સ્‍પષ્ટ થશે. જો કે, એ સ્‍પષ્ટ છે કે સ્‍ટીલ જેવા કાચા માલના ભાવ વધશે, જેનાથી કારના ઉત્‍પાદનનો એકંદર ખર્ચ વધશે. તેથી, નફાકારકતા પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર પડશે. જો કે, માંગ વધતી રહેશે.

(10:56 AM IST)