<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સવારે ૧૧ વાગ્યા સુધીમાં પ્રથમ ચાર કલાકમાં ૧૫ મહાનગરપાલિકાના મતદાનના આંકડા જાહેર: રાજકોટમાં આશરે ૧૪% મતદાન થયું: મહેસાણામાં સૌથી વધુ ૨૪.૩૫ ટકા તો ગાંધીધામમાં સૌથી ઓછું ૫.૨૪ ટકા મતદાન: મોરબીમાં ૨૦.૧૮ ટકા, ભાવનગરમાં ૧૩.૦૩ ટકા, જામનગરમાં ૧૧.૬૮ ટકા, નવસારીમાં ૧૧.૨૨ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૧.૦૮ ટકા, સુરતમાં ૧૦.૮૪ ટકા, પોરબંદરમાં ૧૦.૬૦ ટકા મતદાન નોંધાયું

રાજકોટ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સવારના ૧૧ વાગ્યા સુધીના મતદાનના સત્તાવાર આંકડાઓ જાહેર થઈ ગયા છે. જેમાં મહેસાણાવાસીઓએ સૌથી વધુ ઉત્સાહ બતાવીને ૨૪.૩૫ ટકા મતદાન કર્યું છે, જ્યારે ગાંધીધામમાં સૌથી નિરસ ૫.૨૪ ટકા મતદાન નોંધાયું છે. 

 

બીજી તરફ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૨ બૂથના સ્થળ અચાનક બદલી નાખવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે.

 

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સવારના ૧૧ વાગ્યા સુધીના સત્તાવાર મતદાનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ તાજા આંકડાઓ મુજબ જુદી જુદી ૧૫ મહાનગરપાલિકાઓમાં થયેલા મતદાનની ટકાવારી પર નજર કરીએ તો, મહેસાણામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૪.૩૫ ટકા મતદાન નોંધાયું છે.

 

ત્યારબાદ અન્ય શહેરોની વાત કરીએ તો ક્રમશઃ નડીયાદમાં ૨૩.૪૧ ટકા, વાપીમાં ૨૩.૨૮ ટકા, મોરબીમાં ૨૦.૧૮ ટકા, કરમસદ-આણંદમાં ૧૭.૪૮ ટકા, વડોદરામાં ૧૪.૦૫ ટકા, રાજકોટમાં ૧૩.૯૪ ટકા, ભાવનગરમાં ૧૩.૦૩ ટકા, જામનગરમાં ૧૧.૬૮ ટકા, નવસારીમાં ૧૧.૨૨ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૧.૦૮ ટકા, સુરતમાં ૧૦.૮૪ ટકા, પોરબંદરમાં ૧૦.૬૦ ટકા અને અમદાવાદમાં ૭.૧૮ ટકા મતદાન પૂર્ણ થયું છે. જ્યારે મહાનગરપાલિકાઓમાં સૌથી ઓછું મતદાન ગાંધીધામમાં માત્ર ૫.૨૪ ટકા નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે નાના શહેરોમાં મતદાનનો ઉત્સાહ મોટા શહેરો કરતા વધુ જોવા મળી રહ્યો છે.

 

આ ઉપરાંત, મતદાન પ્રક્રિયાની વચ્ચે અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં અચાનક ૨ મતદાન બૂથના સ્થળ બદલી નાખવામાં આવ્યા છે. બૂથના સ્થળ બદલાવાના કારણે સ્થાનિક મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને આ મુદ્દે મોટો હોબાળો મચી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. *

(11:33 AM IST)