<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

પ્રેમાનંદ મહારાજને મળવા ૫ કરોડ રૂપિયા ચૂકવ્‍યાની વાત ખોટીઃ વિરાટ કોહલીએ કરી સ્‍પષ્ટતા

મહારાજજીના આશ્રમની મુલાકાત માત્ર આધ્‍યાત્‍મિક આસ્‍થા સાથે જોડાયેલી હોવાનું જણાવ્‍યું

નવી દિલ્‍હી, તા.૭: દિગ્‍ગજ ખેલાડી વિરાટ કોહલીએ વળંદાવનના પ્રખ્‍યાત સંત પ્રેમાનંદ મહારાજની મુલાકાત લેવા માટે રૂ.૫ કરોડ લીધા હોવાના દાવાઓને સદંતર ફગાવી દીધા છે. તાજેતરમાં શ્રી કળષ્‍ણ જન્‍મભૂમિ સંઘર્ષ ટ્રસ્‍ટના પ્રમુખ દિનેશ ફલાહારી દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા હતા કે બિલ્‍ડર લોબી દ્વારા વિરાટ કોહલીને આશ્રમે લાવવા માટે આ મોટી રકમ ચૂકવવામાં આવી હતી. આ વાયરલ થયેલા અને વિવાદાસ્‍પદ દાવાઓ બાદ હવે ખુદ વિરાટ કોહલી તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્‍યા છે.

વિરાટ કોહલીની ટીમ અને પ્રવક્‍તા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્‍પષ્ટપણે જણાવવામાં આવ્‍યું છે કે ફલાહારી મહારાજ દ્વારા કરવામાં આવેલા દાવાઓમાં કોઈ જ સત્‍ય નથી અને તે તથ્‍યોથી સંપૂર્ણપણે વિપરીત છે.

કોહલીએ સ્‍પષ્ટતા કરી છે કે તે અને તેમની પત્‍ની અનુષ્‍કા શર્મા માત્ર અને માત્ર પ્રેમાનંદ મહારાજજી પ્રત્‍યેની તેમની ઊંડી આદરભાવના, ભક્‍તિ અને આધ્‍યાત્‍મિક શ્રદ્ધાને કારણે આશ્રમે જાય છે. આ સાથે જ, જાહેર હસ્‍તીઓ વિશે કોઈપણ પ્રકારની પુષ્ટિ વગર આવા નરાશાજનક અને ભ્રામક સમાચારો ફેલાવતા પહેલા મીડિયા અને સંબંધિત પ્‍લેટફોર્મ્‍સે યોગ્‍ય ચકાસણી કરવી જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને તેનો પરિવાર અગાઉ પણ અનેક વખત વળંદાવન સ્‍થિત કેલી કુંજ આશ્રમની મુલાકાતે પહોંચ્‍યા છે. આધ્‍યાત્‍મિક માર્ગે વળ્‍યા બાદ વિરાટના જીવન અને દિનચર્યામાં આવેલા સકારાત્‍મક પરિવર્તનોની ચર્ચાઓ અવારનવાર થતી હોય છે. હાલમાં સામે આવેલા આ આક્ષેપો અને વિવાદ વચ્‍ચે ખેલાડી તરફથી સ્‍પષ્ટ ખુલાસો આવી જતાં આ મામલે ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે.

(3:47 PM IST)