તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
લંડનમાં વિરાટ કોહલી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખાસ મુલાકાત: શાલ ઓઢાડી સન્માન કરાયું
મહારાષ્ટ્રની સરકારી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે વિસ્તૃત ચર્ચા: શિંદેને લંડનમાં 'ગ્લોબલ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર' એવોર્ડથી નવાજાયા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે લંડન ખાતે એક ઉષ્માભરી શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. હાલમાં વિરાટ કોહલી લંડનમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ લંડનની મુલાકાતે હોય આ બેઠક થઈ હતી. શિંદેએ જાણકારી આપી હતી કે લંડન આગમનની જાણ થતાં વિરાટ કોહલીએ જાતે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન શિંદેએ વિરાટ કોહલીનું શાલ ઓઢાડીને ખાસ સન્માન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મુલાકાત અંગે માહિતી આપતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલી એક મહાન અને વિશ્વપ્રસિદ્ધ ક્રિકેટર હોવા છતાં અત્યંત સરળ અને નમ્ર વ્યક્તિ છે. આ બેઠક દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિવિધ સરકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને રાજ્યના માળખાગત સુવિધાઓ ના પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.
પોતાના લંડન પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મહારાષ્ટ્ર મંડળ દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'ગ્લોબલ પ્રાઇડ ઓફ મહારાષ્ટ્ર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે તેમણે આંતરરાષ્ટ્રીય મરાઠી સાહિત્ય મહોત્સવ યોજવાનું સૂચન કર્યું હતું અને લંડન સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઐતિહાસિક નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બીજી તરફ, તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે મેચોની શ્રેણીમાં અનુક્રમે ૫, ૬૫ અને ૭૪ રનની શાનદાર ઈનિંગ્સ રમનાર વિરાટ કોહલી હવે આગામી સમયમાં ભારતના આંગણે રમાનારી વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે શ્રેણીમાં ક્રિકેટ પ્રેમીઓને એક્શનમાં જોવા મળશે. આ શ્રેણીની પ્રથમ મેચ ૨૭ નવેમ્બરે, બીજી મેચ ૩૦ સપ્ટેમ્બરે અને ત્રીજી મેચ ૩ ઓક્ટોબરે યોજાનાર છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
