તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનોએ લીધું રૌદ્ર સ્વરૂપ: વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરફાઈટરને જીવતો સળગાવવાનો પ્રયાસ થતાં ભારે અફરાતફરી
પેરિસના રસ્તાઓ પર ઉશ્કેરાયેલા ટોળાનો ભયાનક ઉપદ્રવ, પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસને પણ આગ ચાંપી દેવાની દેખાવકારોએ આપી ઉગ્ર ધમક

પેરિસ:ફ્રાન્સમાં વ્યાપેલો જનરોષ હવે અત્યંત હિંસક અને કાબૂ બહારની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો છે. દેશભરમાં ફાટી નીકળેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનો દરમિયાન પેરિસ સહિતના મુખ્ય શહેરોમાં તોફાનીઓએ આતંક મચાવ્યો છે. આગ બુઝાવવાની કામગીરી કરી રહેલા એક નિર્દોષ ફાયરફાઈટર પર તોફાની તત્વોએ હુમલો કરી તેને સળગાવી દેવાનો સનસનાટીભર્યો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે દાઝી ગયો છે. આ સિવાય પ્રદર્શનકારીઓના ઉશ્કેરાયેલા ટોળાએ દેશના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન 'એલિસી પેલેસ' (Elysee Palace) ને પણ સળગાવી દેવાની ખુલ્લેઆમ ધમકી આપતાં સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
સરકારની નીતિઓ સામે રસ્તા પર ઊતરેલા હજારો લોકોના હિંસક વિરોધને કારણે સમગ્ર ફ્રાન્સમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે. પેરિસના મુખ્ય માર્ગો પર દેખાવકારો અને પોલીસ દળો વચ્ચે તીવ્ર અથડામણો થઈ રહી છે. તોફાનીઓએ અનેક વાહનો, જાહેર મિલકતો અને દુકાનોને આગને હવાલે કરી દીધી છે. જ્યારે ફાયર બ્રિગેડની ટુકડી આ આગ પર કાબૂ મેળવવા પહોંચી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર પણ હુમલો કરી દીધો હતો. એક ફાયરફાઈટર પર જ્વલનશીલ પદાર્થ ફેંકીને તેને સળગાવી દેવામાં આવતાં સ્થિતિ વધુ વણસી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલિસી પેલેસની આસપાસ મિલિટરી અને કમાન્ડો સુરક્ષાનો કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. પેલેસ તરફ જતા તમામ રસ્તાઓ બેરિકેડિંગ કરીને સીલ કરી દેવાયા છે. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે સતત વોટર કેનન અને ટીયર ગેસના સેલ છોડવા પડી રહ્યા છે. હિંસા ફેલાવવા અને દેશની સુરક્ષા જોખમમાં મૂકવા બદલ સેંકડો તોફાનીઓની અટકાયત કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિ હજુ પણ બેકાબૂ બનેલી છે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
