News of Saturday, 25th July 2026
દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શનઃ પોલીસના પેલેટ ગન મારામાં વિદ્યાર્થીએ આંખ ગુમાવીઃ રાહુલ ગાંધીના મોદી પર આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પેપર લીક કૌભાંડના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન અત્યંત ઉગ્ર બની ગયું છે. વધતા જતા વિરોધને ડામવા માટે સરકારે દિલ્હીના ૧૮ મેટ્રો સ્ટેશન બંધ કરવાની ફરજ પડી હતી. સંસદ તરફની કૂચ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરકારે મેટ્રો અને રસ્તાઓ બંધ કરી દીધા છે પરંતુ સરકાર પેપર લીક બંધ કરાવી શકી નથી. આંદોલનકારીઓ પર અંકુશ મેળવવા માટે સુરક્ષા દળો દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. આ ફાયરિગમાં કેટલાક નિર્દોષ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં એક વિદ્યાર્થીની આંખની રોશની કાયમ માટે જતી રહી હોવાના અહેવાલો છે. દિલ્હી પોલીસે પેલેટ ગન વાપરવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે પરંતુ હોસ્પિટલમાં દાખલ યુવાનોના ચહેરામાંથી ધાતુના ટુકડા કાઢવામાં આવ્યા હોવાની તબીબી પુષ્ટિ મળી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
