તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
જેના લુકની મજાક ઉડાવી લોકો 'એલિયન' કહીને ચિડાવતા, તે ગામડાનો યુવક મમ્મીને દુબઈ ફેરવતો થયો
સોશિયલ મીડિયા સ્ટાર 'મોતી મેઘવાલ' ઉર્ફે 'એલિયન સ્ટાર'ની સફળતાની પ્રેરણાદાયી કહાની: મેણાં મારનારાઓ આજે સેલ્ફી લેવા આતુર

નવી દિલ્હી : જેના ચહેરા અને અનન્ય લુકને કારણે લોકો એક સમયે મજાક ઉડાવતા અને જેને 'એલિયન' કહીને ચિડાવતા હતા, તે જ યુવક આજે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. રાજસ્થાનના નાના એવા ગામમાંથી આવતા મોતી મેઘવાલે પોતાની આ શારીરિક ભિન્નતા કે તિર્સ્કારને નબળાઈ બનવા દેવાને બદલે તેને જ પોતાની સૌથી મોટી ઓળખ અને તાકાત બનાવી દીધી છે.
મેણાં-ટોણાંથી 'ઇન્ટરનેટ સેન્સેશન' સુધીની સફર:
નાનપણથી જ લોકો તેમના દેખાવ માટે તેમને ટોણા મારતા હતા. પરંતુ મોતી મેઘવાલે હિંમત ન હારી અને સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. પોતાના વિશિષ્ટ લુક અને આત્મવિશ્વાસભર્યા અંદાજને કારણે તેઓ 'એલિયન સ્ટાર' તરીકે ઓળખાવા લાગ્યા. ખૂબ જ ટૂંક સમયમાં તેમના વીડિયો વાયરલ થવા લાગ્યા અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ તેમની સાથે જોડાઈ ગયા.
ઝમઝમ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વિશેષ આમંત્રણ:
મોતી મેઘવાલની લોકપ્રિયતા અને તેમની સંઘર્ષગાથા જોઈને દુબઈના પ્રખ્યાત 'ઝમઝમ ઈલેક્ટ્રોનિક્સ' (Zam Zam Electronics) દ્વારા તેમને દુબઈ આવવાનું ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મોતી માત્ર પોતે જ નહીં પરંતુ પોતાની માતાને પણ પોતાની સાથે દુબઈની ભવ્ય સફરે લઈ ગયા અને તેમના સપના પૂરા કર્યા.
મજાક ઉડાવનારા આજે સેલ્ફી લેવા લાઈન લગાવે છે:
એક સમયે જે લોકો તેમને જોઈને મોં બગાડતા કે મજાક ઉડાવતા હતા, આજે એ જ લોકો તેમની સાથે ફોટો અને સેલ્ફી પડાવવા માટે આતુર રહે છે. મોતી મેઘવાલની આ સફર એ તમામ લોકો માટે એક અદ્ભુત પ્રેરણા છે જેઓ પોતાના લુક કે શારીરિક ખામીઓના કારણે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. તેમણે સાબિત કરી દીધું કે મહેનત અને આત્મવિશ્વાસ આગળ કોઈ પણ અવરોધ ટકી શકતો નથી.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
