તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
પંજાબ પોલીસના એએસઆઈની સરાજાહેર હત્યાનો વિડીયો વાયરલ: ગુરદાસપુરથી ડ્યુટી પર જતા અમૃતસરમાં ચાલુ બાઇકે ગોળીઓ ધરબી દીધી
હત્યાકાંડની જવાબદારી પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ સાથે સંકળાયેલા આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન (ટીટીએચ) દ્વારા લેવામાં આવી?

અમૃતસર: પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ એક વખત કઠેરામાં ઉભી છે. અમૃતસરમાં પંજાબ પોલીસના ૫૨ વર્ષીય આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઈ) જોગાસિંહની બે અજાણ્યા બાઇક સવારોએ ગોળી મારીને ઘાતકી હત્યા કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વાયરલ થઈ રહેલા વિડીયો મુજબ, જોગાસિંહ ગુરદાસપુર જિલ્લાના બટાલાના ઘનીયે કે બાંગર ગામના રહેવાસી હતા અને અમૃતસર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હતા. તેઓ વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ પોતાના સ્કૂટર પર યુનિફોર્મમાં ડ્યુટી પર જઈ રહ્યા હતા ત્યારે મજીઠા-ફતેહગઢ ચૂડીયા રોડ પર હમજા ગામ પાસે બાઇક પર આવેલા શખ્સોએ તેમને રોકીને એકદમ નજીકથી છાતી અને કમરના ભાગે ગોળીઓ મારી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
શિરોમણી અકાલી દળના નેતા બિક્રમસિંહ મજીઠિયાએ 'એક્સ' પ્લેટફોર્મ પર પંજાબના ડીજીપીને ટેગ કરીને આ હત્યાકાંડનો ભયાનક વિડીયો શેર કર્યો છે અને સરકાર પર પ્રહાર કર્યા છે. આ હત્યાકાંડની જવાબદારી પાકિસ્તાન સ્થિત આઇએસઆઇ સાથે સંકળાયેલા આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન (ટીટીએચ) દ્વારા લેવામાં આવી હોવાનો પણ અહેવાલોમાં દાવો કરાયો છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
