<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ઉપરાષ્ટ્રપતિ વાન્સે કહ્યું, "ઈરાન યુદ્ધને કારણે અમે ચૂંટણી હારી ગયા.

વાન્સે સ્વીકાર્યું કે ફુગાવા અને ઇઝરાયલ સાથે અમેરિકાના સંબંધો પર જાહેર અસંતોષનો પણ ચૂંટણી પર પ્રભાવ પડ્યો

અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હાર માટે ઈરાન યુદ્ધને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે આ યુદ્ધ પાર્ટીની હારનું સૌથી મોટું કારણ હતું. આના કારણે રિપબ્લિકન પાર્ટીએ સેનેટમાં બહુમતી ગુમાવી. વાન્સે સ્વીકાર્યું કે ફુગાવા અને ઇઝરાયલ સાથે અમેરિકાના સંબંધો પર જાહેર અસંતોષનો પણ ચૂંટણી પર પ્રભાવ પડ્યો

  . વાન્સે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે બધા જાણે છે કે રિપબ્લિકન પાર્ટી ચૂંટણી કેમ હારી ગઈ. જો કોઈ માને છે કે સેનેટમાં બહુમતી ગુમાવવી એ ઈરાન યુદ્ધ માટે યોગ્ય કિંમત હતી, તો તેમણે ખુલ્લેઆમ કહેવું જોઈએ.

(11:47 PM IST)