News of Tuesday, 28th April 2026
ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું નિધન
છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતાઃ મુંબઈમાં થયા અંતિમ સંસ્કાર

મુંબઈ,તા.૨૮: ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું લાંબી બીમારી બાદ ૮૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનની અભિનેતા અવતાર ગિલે પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ભરત કપૂર છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા.આ પૂર્વે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ હું તેમના અંતિમ સંસ્કાર બાદ પરત ફર્યો છું.
અભિનેતા અવતાર ગિલે જણાવ્યું હતું કે , ભરત કપૂરના અંતિમ સંસ્કારમાં ફક્ત થોડા લોકો જ હાજર રહ્યા હતા, જેમાં નજીકના સંબંધીઓ અને અમારા થિયેટર ગ્રુપ, ત્ભ્વ્ખ્ ના સભ્યોનો સમાવેશ થાય છે. રાકેશ બેદી, દિગ્દર્શક રમેશ કુમાર, અભિનેતા કુલદીપ સિંહ અને અમારા થિયેટર ગ્રુપના કેટલાક અન્ય સભ્યો હાજર હતા. તેમની પ્રાર્થના સભા ૩૦ એપ્રિલે સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને યોજાશે.
પીઢ અભિનેતા ભરત કપૂરે વર્ષ ૧૯૭૨માં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.જે લગભગ ચાર દાયકા સુધી ચાલી હતી. તેમણે મુખ્યત્વે સહાયક અને ખલનાયક ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. તેમણે નૂરી (૧૯૭૯), રામ બલરામ (૧૯૮૦), લવ સ્ટોરી (૧૯૮૧), બાઝાર (૧૯૮૨), ગુલામી (૧૯૮૫), આખરી રાસ્તા (૧૯૮૬), સત્યમેવ જયતે (૧૯૮૭), રંગ (૧૯૯૩), બરસાત (૧૯૯૫), સાજન ચલે સસુરાલ (૧૯૯૬) અને મીનાક્ષી અ ટેલ ઓફ થ્રી સિટી (૨૦૦૪) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
આ ઉપરાંત ભરત કપૂરે ટીવી શો કેમ્પસ, પરંપરા, રાહત, સાંસ, અમાનત, ભાગ્યવિધાતા, તારા, ચુનૌતી અને કહાની ચંદ્રકાંતા કી જેવા ટેલિવિઝન શોમાં પણ અભિનય કર્યો હતો.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
