તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
વેનેઝુએલામાં ૧૨૬ વર્ષનો સૌથી ભયાનક ભૂકંપઃ ૨૩૫ ના મોતઃ ૩૯,૦૦૦ ગુમ
બે આંચકાથી લા ગુએરા પ્રદેશ તબાહઃઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થતાં રાહત કામગીરી ખોરવાઈ

કારાકાસ, તા.૨૬: વેનેઝુએલામાં બુધવારે સાંજે આવેલા ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં ૨૩૫ લોકોના મોત નીપજ્યા છે, ૧,૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે અને ૨૦૦ થી વધુ લોકો હજુ પણ ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળ નીચે ફસાયેલા છે. સત્તાવાર અહેવાલો મુજબ, ૩૯,૦૦૦ થી વધુ લોકો ગુમ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે પાડોશી દેશ બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધી તેની અસર અનુભવાઈ હતી. ગુરુવાર સવારથી જ સ્થાનિક લોકો અને બચાવ ટીમો કાટમાળ હટાવીને ફસાયેલા નાગરિકો, બાળકો અને પાલતુ પ્રાણીઓને બહાર કાઢવાના અથાક પ્રયાસો કરી રહ્યા છે.
સૌથી વધુ નુકસાન લા ગુએરાના દરિયાકાંઠાના વિસ્તારમાં નોંધાયું છે, જ્યાં અનેક બહુમાળી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. આ વિસ્તારમાં આવેલું દેશનું મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાનમથક ક્ષતિગ્રસ્ત થવાના કારણે ત્વરિત બંધ કરી દેવાયું છે, જેને પગલે બહારથી આવતી રાહત સામગ્રી પહોંચાડવામાં મોટો અવરોધ ઊભો થયો છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે લા ગુએરાને આપત્તિ ક્ષેત્ર જાહેર કરીને સમગ્ર દેશમાંથી બચાવ ટીમો તૈનાત કરી છે અને ખાનગી કંપનીઓને ભારે મશીનરી પૂરી પાડવા અપીલ કરી છે. રાજધાની કારાકાસની બહારના વિસ્તારોમાં હજુ પણ સરકારી મદદ મર્યાદિત માત્રામાં પહોંચી શકી છે. ભૂકંપના કારણે પ્રભાવિત વિસ્તારોમાં વીજળી, મોબાઈલ નેટવર્ક, મેટ્રો ટ્રેન અને ગેસ સપ્લાય જેવી મૂળભૂત સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તમામ શાળાઓ બંધ કરી તેને રાહત શિબિરોમાં ફેરવવામાં આવી છે, જ્યાં લોકો પોતાના ગુમ થયેલા સંબંધીઓના પોસ્ટરો લગાવીને શોધખોળ કરી રહ્યા છે. આ માનવીય સંકટને પહોંચી વળવા માટે અમેરિકાએ ૨૩ ઓક્ટોબર સુધી વેનેઝુએલા પરના આર્થિક પ્રતિબંધો અસ્થાયી રૂપે હટાવી દીધા છે. અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, કેનેડા, સ્પેન અને કતાર સહિતના દેશોએ તબીબી ટીમો, તિાફર ડોગ્સ, ડ્રોન અને પાણી શુદ્ધિકરણ મશીનો મોકલવાની જાહેરાત કરી છે અને ડોમિનિકન રિપબ્લિકની પ્રથમ ટીમ ઘટનાસ્થળે પહોંચવાની તૈયારીમાં છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
