<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

અકિલા-ગણાત્રા-નાગ્રેચા પરિવારના દુઃખમાં સહભાગી બનતા પૂ.અમરગિરિબાપુ

રાજકોટઃ અકિલા-ગણાત્રા પરિવારના નાના બહેન ભાવનાબેન દિપકભાઈ નાગ્રેચાનું દુઃખદ અવસાન થયું છે. પરિવારને સાંત્વના આપવા ચરાડવા મહાકાળી આશ્રમના ગાદીપતિ પૂ.અમરગિરી બાપુ ગુરૂ પૂ.દયાનંદગિરીબાપુ આજે અકિલાના આંગણે પધાર્યા હતા. તેઓઍ સદ્ગત ભાવનાબેનની તસ્વીરને ફૂલહાર કરેલ. તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે પૂ.અમરગિરીબાપુ ગુરૂ પૂ.દયાનંદગિરીબાપુ તેમજ દિપકભાઈ નાગ્રેચા અને માનસી અભિજીત પારઘીને સાંત્વના આપી હતી. આ તકે પૂ.બાપુની સાથે મનોજભાઈ આચાર્ય, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના નાના ભાઈ ભરતભાઇ અમૃતિયા, રાજદીપસિંહ ઝાલા અને રાજેષભાઈ માકાસણા પણ ઉપસ્થિત રહેલ.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) 

(2:49 PM IST)