તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
વાટિકા ગ્રુપ મની લોન્ડરિંગ કેસ: ભલ્લા બ્રધર્સની મુશ્કેલીઓ વધી, કોર્ટે વધુ ૩ દિવસની ED કસ્ટડી મંજૂર કરી
ગુરુગ્રામની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે વાટિકા ગ્રુપના ડિરેક્ટરોની પૂછપરછ માટે એજન્સીને વધુ સમય આપ્યો

ગુરુગ્રામ : વાટિકા ગ્રુપના ડિરેક્ટર અનિલ ભલ્લા અને ગૌતમ ભલ્લાને તેમના ચાર દિવસના ઈડી રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગુરુગ્રામની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વધુ પૂછપરછ અને તપાસના હેતુથી સાત દિવસની વધારાની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી.
ઇડીની દલીલો અને તપાસની પ્રગતિને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓની કસ્ટડી વધુ ત્રણ દિવસ માટે મંજૂર કરી છે, અને હવે આ બંને આરોપીઓ આગામી સમયમાં નિર્ધારિત સમયે ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ઇડીએ જણાવ્યું હતું કે અગાઉના ચાર દિવસીય રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને પીએમએલએની કલમ પ૦ હેઠળ અનેક વ્યક્તિઓના મહત્વપૂર્ણ નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.
એજન્સીના જણાવ્યા અનુસાર કેસ સાથે સંકળાયેલા દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ અને વધુ પૂછપરછ હજુ પણ બાકી હોવાથી આ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
