તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
આગરામાં રામકથા 'માનસ ઋષિ પંચમી' દરમિયાન વ્યાસપીઠ પરથી વિવિધ ધાર્મિક ગ્રંથોનું લોકાર્પણ કરાયું
સંપાદક નીતિનભાઈ વડગામા અને તખુભાઈ સાંડસુર દ્વારા તૈયાર કરાયેલા પ્રકાશનો પૂ. મોરારિબાપુના વરદ હસ્તે લોકાર્પિત : ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા સનાતન પ્રસાદરૂપે કરાશે વિનામૂલ્યે વિતરણ

આગ્રા:ઉત્તર પ્રદેશના આગરા ખાતે પૂ. મોરારિબાપુના વ્યાસાસને યોજાયેલી રામકથા 'માનસ ઋષિ પંચમી' દરમિયાન વ્યાસપીઠ પરથી વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રકાશનોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નીતિનભાઈ વડગામાના સુચારુ સંચાલન સાથે તેમના દ્વારા જ સંપાદિત કરવામાં આવેલા પ્રકાશનો પૂ. મોરારિબાપુના હસ્તે લોકાર્પિત કરવામાં આવ્યા હતા. આ તમામ સાહિત્ય ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ધાર્મિક સાહિત્ય કોઈ વેચાણ માટે નહીં, પરંતુ શ્રી હનુમાનજી મહારાજના સનાતન પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
વિવિધ સ્થાનો પર ગવાયેલી રામકથા અંતર્ગત આગરાની કથાનું 'માનસ તેજ મહલ' અને દિલ્હીની કથાનું 'માનસ સનાતન ધર્મ' પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે તખુભાઈ સાંડસુર દ્વારા સંપાદિત 'માનસ સનાતન ધર્મ' ગ્રંથનું ખાસ લોકાર્પણ કરાયું હતું. પૂ. મોરારિબાપુએ આ સાહિત્યિક પ્રકાશનોનું લોકાર્પણ કરતા ઊંડો રાજીપો વ્યક્ત કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
