<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

વડનગર-વારાણસી સેવા સંકલ્પ યાત્રા મહારાજા સુહેલદેવ સ્મારક સ્થળ પર પહોંચી:બહરાઇચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પયાગપુર રાજ્યના રાજા યશવેન્દ્ર વિક્રમ સિંહ દ્વારા સહભાગીઓનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચલાવવામાં આવેલા 25 વર્ષના વિકાસ કાર્યો, નીતિગત સુધારાઓ અને જન કલ્યાણકારી યોજનાઓને લોકો સમક્ષ રજૂ કરવાના હેતુથી વડનગર-વારાણસી સેવા સંકલ્પ યાત્રા રવિવારે બહરાઇચ પહોંચી હતી  યાત્રાનો મુખ્ય પડાવ સદર વિધાનસભા મતવિસ્તારના ચિત્તૌરા બ્લોકમાં મહારાજા સુહેલદેવ સ્મારક સ્થળ હતો. સ્મારક સ્થળ પર પહોંચ્યા પછી, બહરાઇચ સ્થિત સુહેલદેવ સ્મારક સમિતિના પ્રમુખ અને પયાગપુર રાજ્યના રાજા યશવેન્દ્ર વિક્રમ સિંહ દ્વારા સહભાગીઓનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપના અધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

(9:47 PM IST)