તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
ટ્રમ્પની ડ્રેગનના દેશની મુલાકાત પહેલાં અમેરિકાના તેવર ગરમ: ચીન અને દુબઈ સહિતની 10 કંપનીઓ પર લાદ્યો 'ડિજિટલ પંજો', ઈરાનને હથિયાર સપ્લાય કરવાનો ગંભીર આરોપ
વૈશ્વિક યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકાનું મોટું ઓપરેશન; ઈરાનના મિસાઈલ અને ડ્રોન પ્રોગ્રામને મદદ કરનારા નેટવર્કને તોડી પાડવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક

વોશિંગ્ટન : વિશ્વના નકશા પર જ્યારે સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે, ત્યારે અમેરિકાએ ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૧૪-૧૫ મેના રોજ ચીનની ઐતિહાસિક મુલાકાતે જવાના છે અને શી જિનપિંગને મળવાના છે. પરંતુ, આ મુલાકાતની એરંડા પહેલાં જ અમેરિકાએ ચીન, હોંગકોંગ, દુબઈ અને બેલારુસની ૧૦ વ્યક્તિઓ અને કંપનીઓ પર કડક આર્થિક પ્રતિબંધો લાદીને ડ્રેગનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
ઈરાનના હથિયાર કૌભાંડનો પર્દાફાશ
અમેરિકી ટ્રેઝરી વિભાગના રિપોર્ટ અનુસાર, આ કંપનીઓ છૂપી રીતે ઈરાનને ઘાતક બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન બનાવવાની ટેકનોલોજી તેમજ સામાન પૂરો પાડતી હતી. પ્રતિબંધિત યાદીમાં ચીનની ‘યુશિતા શાંઘાઈ ઇન્ટરનેશનલ ટ્રેડ’ અને દુબઈની ‘એલિટ એનર્જી’ જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. આરોપ છે કે આ કંપનીઓએ મધ્યસ્થી બનીને ઈરાનના સૈન્ય ઉદ્યોગને મજબૂત બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને તેલના ખેલ
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ છે. અગાઉ ઈરાને આ દરિયાઈ માર્ગ બંધ કરવાની ધમકી આપી હતી, જેના કારણે વિશ્વમાં તેલ અને ગેસના ભાવમાં ભડકો થયો હતો. અમેરિકા હવે ઈરાનના એ સપ્લાય ચેઈનને તોડવા માંગે છે જે તેને હથિયારોથી સજ્જ કરે છે. ખાસ કરીને ચીનની નાની રિફાઈનરીઓ અને એરલાઈન્સ હવે અમેરિકાના રડાર પર છે, જેમને ચેતવણી અપાઈ છે કે ઈરાનને કોઈપણ પ્રકારની લશ્કરી મદદ મોંઘી પડશે.
આર્થિક નાકાબંધીથી શાંતિની આશા
નિષ્ણાતોનું માનવું છે કે આ આર્થિક નાકાબંધી ઈરાનની અર્થવ્યવસ્થા અને તેની સૈન્ય ક્ષમતા પર સીધી અસર કરશે. ખાડી દેશોમાં શાંતિ જાળવી રાખવા અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપાર સુરક્ષિત કરવા માટે ટ્રમ્પ સરકારનો આ નિર્ણય અત્યંત મહત્વનો માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પની ચીન મુલાકાત વખતે આ પ્રતિબંધો ટેબલ પર કેટલી ગરમી પેદા કરે છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
