News of Tuesday, 17th November 2026
અમેરિકાએ અદ્યતન એઆઈ ચિપની નિકાસ ઉપર નિયંત્રણો કડક કર્યાઃ સિંગાપોર, બ્રાઝિલ સહિત પાંચ દેશો માટે નવી લાઇસન્સ વ્યવસ્થા અમલમાં લાવવાનો નિર્ણય
મલેશિયા, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ પણ નિયંત્રણ હેઠળઃ ચીન સહિત પ્રતિબંધિત દેશોને પરોક્ષ રીતે શક્તિશાળી કમ્પ્યુટિંગ સુવિધા મળતી અટકાવવાનો પ્રયાસ

વોશિંગ્ટન, તા.૧૭: અમેરિકાએ અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્સ અને શક્તિશાળી કમ્પ્યુટિંગ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય ઉપયોગ ઉપર વધુ કડક નિયંત્રણો જાહેર કર્યા છે. અમેરિકાના વાણિજ્ય વિભાગ હેઠળના બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિકયુરિટીએ નવા વચગાળાના અંતિમ નિયમો બહાર પાડ્યા છે.
નવા નિયમો અનુસાર સિંગાપોર, બ્રાઝિલ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં નિર્ધારિત અદ્યતન સેમિકન્ડક્ટરની નિકાસ, પુનઃનિકાસ કે દેશની અંદર હસ્તાંતરણ માટે લાઇસન્સ જરૂરી બનશે. અમેરિકાના મતે આ દેશો મારફતે સંવેદનશીલ ટેકનોલોજી અન્ય પ્રતિબંધિત દેશો સુધી પહોંચી જવાનું જોખમ વધારે છે.
નિયમોમાં વિદેશી ડેટા સેન્ટરો દ્વારા શક્તિશાળી અમેરિકન કમ્પ્યુટિંગ સુવિધાનો દૂરથી ઉપયોગ કરવા અંગે પણ નિયંત્રણો છે. ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમરૂપ દેશોની કંપનીઓ આવા સાધનોનો ઉપયોગ ન કરી શકે તે હેતુ છે. જોકે અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી કંપનીઓ માટે નિર્ધારિત શરતો હેઠળ છૂટછાટ રાખવામાં આવી છે. નવા પગલાથી આંતરરાષ્ટ્રીય એઆઈ ચિપ વેપાર અને ડેટા સેન્ટર ઉદ્યોગ ઉપર અસર પડી શકે છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
