તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 18th September 2026
અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં 'એન્ટિલિયા' ખાતે છવાઈ ગઈ અમેરિકાના રાષ્ટ્રપતિની પુત્રી: ટિફની ટ્રમ્પનો દેશી લુક અને મનીષ મલ્હોત્રાના લહેંગાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
મનીષ મલ્હોત્રાના પેસ્ટલ ગ્રીન લહેંગામાં અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી ટિફની ટ્રમ્પ, પતિ માઈકલ બૂલોસ સાથે ગણપતિ વિસર્જનમાં પણ રહી ઉપસ્થિત

મુંબઈ, તા.18: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અંબાણી પરિવારના નિવાસસ્થાન 'એન્ટિલિયા' ખાતે આ વર્ષે પણ ગણેશોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય અને શાહી અંદાજમાં કરવામાં આવી હતી. આ મહોત્સવમાં દેશ-વિદેશની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી, પરંતુ આ તમામ વચ્ચે સૌથી મોટું આકર્ષણ સાત સમંદર પારથી આવેલી ખાસ મહેમાન એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નાની પુત્રી ટિફની ટ્રમ્પ (Tiffany Trump) રહી હતી.
ટિફની ટ્રમ્પ પોતાના પતિ માઈકલ બૂલોસ સાથે અંબાણી પરિવારના આ પાવન ઉત્સવમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. બાપ્પાના ભવ્ય સ્વાગતથી લઈને વિસર્જન સુધીના દરેક પ્રસંગમાં ટિફનીનો અનોખો અને સુંદર ભારતીય અંદાજ જોવા મળ્યો હતો. ભારતીય પરંપરામાં રંગાયેલી ટિફનીએ બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ખાસ તૈયાર કરાયેલો પેસ્ટલ ગ્રીન કલરનો રોયલ લહેંગો પહેર્યો હતો. આ લહેંગા પર કરાયેલું આઈવરી રંગનું ક્લાસિક ભરતકામ અને મોતીઓનું હેન્ડવર્ક તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. બીજી તરફ, તેમના પતિ માઈકલ બૂલોસે પણ ભારતીય પરંપરાને માન આપતા કેસરિયા રંગની આકર્ષક ડિઝાઈનર શેરવાની પરિધાન કરી હતી.
આ સુંદર કપલે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને "With love from India" (ભારતમાંથી પ્રેમ સાથે) કેપ્શન સાથે ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. ટિફની માત્ર પૂજા પૂરતી સીમિત ન રહેતા, અંબાણી પરિવાર સાથે ગણપતિ વિસર્જનની ભવ્ય શોભાયાત્રામાં પણ સામેલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ટિફની અને અંબાણી પરિવાર વચ્ચેનો ગાઢ નાતો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ અને લગ્ન પ્રસંગ દરમિયાન જોવા મળ્યો હતો.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
