તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 3rd June 2026
ઈરાન સાથેની સમજૂતી મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા તેવરઃ ૨૭ મેની કેબિનેટ બેઠકમાં ઓમાન દેશને બોમ્બથી ઉડાવી દેવાની ખુલ્લી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી જાહેર ઉપસ્થિતિમાં ભયંકર ગર્જનાઃ ૨૭ મેની કેબિનેટ બેઠકમાં ઈરાન અને ઓમાનને સીધી ચેતવણી આપી ખળભળાટ મચાવ્યો:અમેરિકન મધ્યસત્ર ચૂંટણીઓ સુધી સમય પસાર કરવાના ઈરાનના પેંતરાને ટ્રમ્પે ખુલ્લો પાડ્યોઃ ઈરાનમાં ૨૫૦ ટકા ફુગાવો હોવાનો દાવો કરતા મંત્રણાઓ નિર્ણાયક તબક્કામાં

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની છેલ્લી જાહેર ઉપસ્થિતિ એટલે કે ૨૭ મેના રોજ વ્હાઇટ હાઉસની કેબિનેટ બેઠક દરમિયાન ઈરાન અને ઓમાન સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. હોર્મુઝની સામુદ્રધુની પર કોઈ એક દેશનો કબજો ચલાવી લેવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે જો શાંતિ સમજૂતી નહીં થાય તો અમેરિકા પોતાનું કામ પૂરું કરતા અચકાશે નહીં તેમ ન્યુઝ ફર્સ્ટ નો મોડી રાત્રિનો અહેવાલ જણાવે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચાવતા ઈરાન અને ઓમાન દેશને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. એક અગાઉથી રેકોર્ડ કરાયેલા ઇન્ટરવ્યુને બાદ કરતા, ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી જાહેર ઉપસ્થિતિ ૨૭ મે ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જોવા મળી હતી. આ બેઠકમાં તેઓ ઈરાન સાથેની યુદ્ધ સમજૂતી અને શાંતિ મંત્રણાઓ મુદ્દે ભારે આકરા પાણીએ જોવા મળ્યા હતા.
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી આ અત્યંત મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં વિદેશ મંત્રી માર્કો રૂબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ અને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ઈરાન અમેરિકામાં નવેમ્બર મહિનામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ સુધી સમય પસાર કરવાની રમત રમી રહ્યું છે. ઈરાનને એમ છે કે તેઓ રાહ જોવડાવીને અમેરિકાને થકવી દેશે, પરંતુ તેમની આ રમત સફળ નહીં થાય.
વિશ્વના ૨૦ ટકા ક્રૂડ ઓઇલના વહન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી 'હોર્મુઝની સામુદ્રધુની' અંગે વાત કરતા ટ્રમ્પે મિત્ર દેશ ઓમાન સામે પણ લાલ આંખ કરી હતી. તેમણે ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, આ સામુદ્રધુની આંતરરાષ્ટ્રીય જળસીમા છે અને તેના પર કોઈનો કબજો ચાલશે નહીં. ઓમાને પણ અન્ય દેશોની જેમ જ નિયમો મુજબ વર્તવું પડશે નહીંતર અમારે તેમને બોમ્બથી ઉડાવી દેવા પડશે! આ નિવેદનને કારણે ખાડી દેશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આર્થિક સ્થિતિના લીરેલીરા ઉડાડતા દાવો કર્યો હતો કે ત્યાં ૨૫૦ ટકા જેટલો તોતિંગ ફુગાવો છે અને તેમની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે. તેમણે કહ્યું કે ઈરાન હાલ સમજૂતી કરવા માટે તડપી રહ્યું છે, પરંતુ અમેરિકા હજુ આ સમજૂતીની શરતોથી સંતુષ્ટ નથી. અમે ઈચ્છીએ તેવી શરતો નહીં મનાય તો અમેરિકા આરપારની લડાઈ લડીને કામ તમામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે
(1:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
