તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
અમેરિકામાં બાળકોના પાસપોર્ટ માટે માતા-પિતાની નાગરિકતાનો પુરાવો અનિવાર્ય કરવાની તૈયારી
ટ્રમ્પ વહીવટીતંત્રનો જન્મ-આધારિત નાગરિકતાના નિયમો પર મોટો ફટકોઃ નવા પ્રસ્તાવ સામે કાનૂની જંગ શરૂ

વોશિંગ્ટન, તા.૨: અમેરિકામાં જન્મેલા બાળકો માટે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં ક્રાંતિકારી અને કડક ફેરફારો કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા નિયમોના પ્રસ્તાવ મુજબ, હવેથી પોતાના બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે માતા-પિતા અથવા કાનૂની વાલીઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની નાગરિકતા કે કાયદેસરની ઇમિગ્રેશન સ્થિતિનો પુરાવો રજૂ કરવો ફરજિયાત બનશે.
આ નવો નિયમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઓગસ્ટ ૨૦૨૬માં સહી કરવામાં આવેલા એક્ઝિકયુટિવ ઓર્ડરના અમલીકરણનો એક ભાગ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જન્મ-આધારિત નાગરિકતાના અનિયંત્રિત ઉપયોગ અને ખાસ કરીને વિદેશી મહિલાઓ દ્વારા ગર્ભવતી અવસ્થામાં અમેરિકા આવીને બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવાના ખેલ અર્થાત બર્થ ટુરીઝમ પર અંકુશ લગાવવાનો છે.
હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર, અમેરિકી ધરતી પર જન્મેલા બાળકના પાસપોર્ટ માટે અરજી કરતી વખતે માતા-પિતાએ માત્ર બાળક સાથેના પોતાના સંબંધનો પુરાવો અને પોતાનું ફોટો આઇડી રજૂ કરવાનું હોય છે. અરજી ફોર્મમાં નાગરિકતા અંગેની માહિતી આપવાની હોય છે પરંતુ તેનો અલગથી દસ્તાવેજી પુરાવો આપવો પડતો નથી.
આ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ સરકાર નક્કી કરશે કે બાળક પાસપોર્ટ અને યુએસ નાગરિકતા મેળવવા માટે લાયક છે કે નહીં. આ ઉપરાંત, વિદેશી સરકારના કર્મચારીઓ, નાગરિકતા મેળવવામાં છેતરપિંડી આચરનાર અથવા એલિયન એનિમી શ્રેણીમાં આવતા ટ્રમ્પ વહીવટીતંત્રનો અગાઉનો એક ઓર્ડર જેમાં ઓછામાં ઓછું એક માતા-પિતા યુએસ નાગરિક કે ગ્રીન કાર્ડ ધારક ન હોય તો બાળકને નાગરિકતા ન આપવાની જોગવાઈ હતી તેને યુએસ સુ-ીમ કોર્ટે ૧૪મા બંધારણીય સુધારા ની જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાવીને રદ કરી દીધો હતો.
ત્યારબાદ વહીવટીતંત્રે વધુ ચોક્કસ શ્રેણીઓ નક્કી કરીને નવો આદેશ બહાર પાડ્યો છે, પરંતુ તેને પણ અદાલતમાં પડકારવામાં આવ્યો છે. મેરીલેન્ડની ફેડરલ કોર્ટમાં ન્યાયાધીશ ડેબોરાહ બોર્ડમેન સમક્ષ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશે આ ઓર્ડર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને અરજદારોને દાવો સુધારવાની મંજૂરી આપી છે.
બીજી તરફ, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે કોર્ટમાં દલીલ કરી છે કે સરકારી વિભાગો દ્વારા નિયમના અમલીકરણ માટેની માર્ગદર્શિકા હજુ સત્તાવાર રીતે જાહેર થઈ ન હોવાથી આ તબક્કે કેસ દાખલ કરવો અકાળ છે. જો આ પ્રસ્તાવ અમલમાં મૂકવામાં આવશે, તો ભવિષ્યમાં બાળકોના પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ અને કડક બની જશે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
