તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 28th July 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ગમે ત્યારે મહાયુદ્ધના એંધાણ : ઈરાન પર હુમલા બાદ પણ અમેરિકાએ કહ્યું તમામ સૈન્ય વિકલ્પો ખુલ્લા
નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો અત્યંત આકરો અને કડક જવાબ આપવામાં આવ

ઈરાન પર હુમલા બંધ કર્યા પણ મિડલ-ઈસ્ટમાં તણાવની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર અને ઘાતક બની રહી છે. અમેરિકાએ ભલે છેલ્લા ત્રણ દિવસથી ઈરાન પર કોઈ લશ્કરી હુમલો નથી કર્યો, પરંતુ વ્હાઈટ હાઉસના નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે તમામ સૈન્ય વિકલ્પો હજુ પણ ટેબલ પર ખુલ્લા મુક્યા છે ગમે ત્યારે કૂટનીતિક પાસાનો ઉપયોગ કરવો પડી શકે છે. બંને દેશો વચ્ચેનો આ તણાવ ગમે ત્યારે મહાયુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ, વોશિંગ્ટન હાલ માત્ર સીધા લશ્કરી હુમલા જ નહીં પરંતુ અન્ય વ્યૂહાત્મક અને કૂટનીતિ વિકલ્પો પર પણ ગંભીરતાથી વિચાર-વિમર્શ કરી રહ્યું છે. અમેરિકી વહીવટીતંત્ર કૂટનીતિક વાટાઘાટો, આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકેબંધી જેવા પગલાં ભરી રહ્યું છે. આ દરિયાઈ નાકેબંધીના કારણે ઈરાનને દરરોજ કરોડો ડોલરનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જે તેની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી રહ્યું છે.
બીજી તરફ, ઈઝરાયેલ પણ પૂર્ણ એલર્ટ મોડ પર છે. ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો અત્યંત આકરો અને કડક જવાબ આપવામાં આવશે. આ નિવેદને સમગ્ર મિડલ-ઈસ્ટમાં ભય અને ચિંતામાં મુકી દીધો છે. તેવામાં હવે યુક્રેનના એક દાવાએ બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે કેસ્પિયન સાગરમાં ઈરાની સૈન્ય સામગ્રી લઈ જતા જહાજોને નિશાન બનાવ્યા છે. યુક્રેનની આ કાર્યવાહીથી ઈરાન અત્યંત ગંભીર બન્યું છે અને સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
હાલમાં અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ અને યુક્રેન સંકળાયેલા તણાવ અને વિવાદથી વૈશ્વિક સ્તરે ભારે અસ્થિરતા સર્જાઈ છે. ભલે ક્ષણિક ધોરણે મોટા પાયે સૈન્ય હુમલા અટક્યા હોય, પરંતુ એક નાની ઘટના પણ સ્થિતિને વણસાડી શકે છે. હાલ સમગ્ર વિશ્વની નજરો આગળના ઘટનાક્રમ પર ટકેલી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
