તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
અમેરિકા-ઈરાન ડીલ હવામાં ઉડી! મધ્ય પૂર્વમાં 'મહા યુદ્ધનો પાર્ટ-2' શરૂ : લેબનોનમાં ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં 18 નાગરિકોના મોત
શાંતિ સમજૂતી પર પાણી ફરી વળ્યું: દક્ષિણ લેબનોનની અલી અલ-તાહેર ટેકરીઓ પર હિઝબુલ્લાહ અને ઈઝરાયલી સેના વચ્ચે લોહિયાળ જંગ શરૂ

બૈરૂત: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ થયેલો ઐતિહાસિક યુદ્ધવિરામ કરાર તૂટવાના આરે પહોંચી ગયો છે. દક્ષિણ લેબનોનમાં મોડી રાત્રે ઈઝરાયલ અને ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે અત્યાર સુધીની સૌથી ભીષણ લડાઈ ફાટી નીકળી છે. હિઝબુલ્લાહે ગાઈડેડ મિસાઈલો વડે ઈઝરાયલની ત્રણ અદ્યતન 'મર્કાવા ટેન્ક' ને ફૂંકી મારી છે, જેમાં એક લેફ્ટનન્ટ કર્નલ (બટાલિયન કમાન્ડર) સહિત ચાર ઈઝરાયલી સૈનિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ હુમલાથી ગુસ્સે ભરાયેલા ઈઝરાયલે મધ્યરાત્રિથી લેબનોનના 11 શહેરો પર સપાટાબંધ વિનાશક હવાઈ હુમલા (એરસ્ટ્રાઈક) શરૂ કરી દીધા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બોમ્બમારામાં અત્યાર સુધીમાં 18 નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને 33 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો ટાયર શહેર નજીક આવેલા હારુફ ગામમાં જોવા મળ્યા છે, જ્યાં ઈઝરાયલી મિસાઈલો ત્રાટકતા આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. અહીં એકસાથે સાત લોકોના મોત થયા છે અને હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. સતત થઈ રહેલા ભારે બોમ્બમારાને કારણે બચાવ કામગીરી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ લગભગ અશક્ય બની ગયું છે. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાં પોતાનો નવો નકશો જાહેર કરીને આક્રમણ વધારતા, ટાયર અને બિન્ટ જબેઈલ વિસ્તારોમાંથી હજારો લેબનીઝ નાગરિકો પોતાના ઘરબાર છોડીને ઉત્તર તરફ જીવ બચાવવા ભાગી રહ્યા છે. આ ભીષણ હિંસા લિટાની નદીની ઉત્તરે આવેલી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 'અલી અલ-તાહેર' ટેકરીઓ પર કંટ્રોલ મેળવવા માટે ચાલી રહી છે.
આ લોહિયાળ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક ડિપ્લોમેસી પર પડી છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની જે મહત્વની શાંતિ વાર્તા થવાની હતી, તે ઈરાને ઈઝરાયલી હુમલાના વિરોધમાં રદ કરી દીધી છે. આના કારણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ પોતાનો સ્વિસ પ્રવાસ અધવચ્ચે જ મુલતવી રાખવો પડ્યો છે. ફ્રાન્સે અમેરિકાને તાકીદે હસ્તક્ષેપ કરવા અને ઈઝરાયલ પર યુદ્ધ રોકવા દબાણ લાવવા અપીલ કરી છે. બીજી તરફ, ઈઝરાયલની અંદર આ ઘટનાને લઈને ભારે રોષ છે. ઈઝરાયલના કટ્ટરપંથી જમણેરી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વીરે સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી આપતા લખ્યું છે કે, "એક ઈઝરાયલી માતાના વહેતા આંસુના બદલામાં એક હજાર લેબનીઝ માતાઓએ રડવું પડશે, લેબનોનને સળગાવી દેવું જોઈએ." આ નિવેદન બાદ આખો વિસ્તાર હવે મહાયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
