<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

નિજ્જરની હત્યામાં ભારતનો હાથ ન હોવાનો અમેરિકા દ્વારા સ્વીકાર

લોસ એન્જલસ: અહીંની ફેડરલ કોર્ટમાં અમેરિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે વર્ષ ૨૦૨૩ માં કેનેડામાં થયેલી ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરીત ગોલ્ડી બ્રારે કરાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલેલા ઓપરેશન હાર્ડ બોલ અંતર્ગત અમેરિકા અને કેનેડાની પોલીસે ૨૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ ખુલાસાથી સ્પષ્ટ થયું છે કે નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ ન હતો. અમેરિકાની તપાસ એજન્સી દ્વારા ગોલ્ડી બ્રારની માહિતી આપનારને ૫૦ હજાર ડોલરનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકાના આ સત્તાવાર ખુલાસાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પક્ષ સાચો સાબિત થયો છે.

(11:30 AM IST)