તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
મણીપુરમાં ચર્ચના ત્રણ નેતાઓની હત્યાથી ખળભળાટ
ચર્ચના નેતાઓ કારમાં જઈ રહ્યા હતા એ સમયે આ હુમલોઃ ઉખરૂલ જિલ્લામાં વાતાવરણ ભારેલા અગ્નિ સમાન

ચુરાચાંદપુર,તા.૧૪: મણીપુરમાં અચાનક થયેલા હુમલામાં ચર્ચ સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. હુમલાખોરોએ કાર પર હુમલો કર્યો હતો, આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે તેઓ પોતાના સાથી સાથે ચુરાચાંદપુરથી કાંગપોકપી જઈ રહ્યા હતા. આ હુમલામાં અન્ય કેટલાક લોકોને પણ ઈજા પહોંચી હોવાના વાવડ છે. મૃતકોની ઓળખ રેવરેંડી વી સિટલહો, રેવરેંજ કાઈગૌલેન અને પાસ્ટર પાઓગૌલેન તરીકે થઈ છે. આ તમામ વ્યક્તિઓ થાદૌ બૈપટિસ્ટ એસો. સાથે જોડાયેલા હતા.
એવું પણ જાણવા મળ્યું છે કે, ચુરાચાંદપુરમાં ચર્ચના નેતાઓની એક બેઠક બાદ કાંગપોકપી પરત તેઓ આવી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો કાંગપોકપીમાં કોટજીમ અને કોટલેનની વચ્ચેના વિસ્તારમાં થયો છે. ચર્ચના નેતાઓ કારમાં જઈ રહ્યા હતા એ સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો.અધિકારીએ ત્યાં સુધી કહ્યું કે, આ હુમલો કોઈ ઉગ્રવાદી ગ્રૂપે કર્યો હોય એવું લાગે છે પણ સમગ્ર કેસની તપાસ હજુ ચાલું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે મણીપુરમાં મેતઈ અને કુકી સમુદાય વચ્ચે છેલ્લા ૩ વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું છે. આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનાથી કુકી અને તાંગખુલ નાગા સમુદાય વચ્ચે પણ માહોલ તણાવગ્રસ્ત છે.
આ માથાકુટ ઉખરૂલ જિલ્લાથી શરૂ થઈ હતી એ સમયથી અત્યાર સુધી વાતાવરણ ભારેલા અગ્નિ સમાન છે. મૃતકોમાં વુમથાંગ સિટલહોઉ પહેલા મણીપુર બૈપટિસ્ટ ક્વેંશનના મહાસચિવ તરીકે રહી ચૂક્યા હતા. કાંપોકપી સ્થિક કમિટી ઓન ટ્રાઈબલ યુનિટીના નેતા થાંગટિનલેન હાઓકિપે કહ્યું કે, તાજેતરમાં કોહિમામાં કુકી અને નાગા સમુદાય વચ્ચે તણાવગ્રસ્ત માહોલને ઓછો કરવા સમજૂતી બેઠક માટે એક પહેલ કરવામાં આવી હતી. કુકી ઈન્પી મણીપુરે આ વિષયને લઈને નિવેદન આપ્યું હતું કે, બેઠક દરમિયાન બન્ને સમુદાયના ઈસાઈ નેતાઓએ વધી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે શાંતિ, સહ અસ્તિત્વ, સંયમ અને વાતચીતને આગળ વધારવા એકમાત્ર રસ્તો માન્યો હતો. એક સમુદાય માટે આ દિલ તોડનારૂ અને ગુસ્સો અપાવે એવું પગલું હતું
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
