તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
પોલીસને બચકું ભરનાર બળાત્કારનો આરોપી HIV પોઝિટિવ નીકળતાં ખળભળાટ

છતરપુર,તા.૨૦: મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસ-ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી હતી. બક્સવાહા પોલીસ-મથક વિસ્તારમાં બળાત્કારના કેસમાં લાંબા સમયથી ફરાર એક વોન્ટેડ આરોપી છુપાયો હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમ તેને પકડવા પહોંચી હતી. પોલીસને જોતાં જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી દરમ્યાન તેણે એક પોલીસ-જવાનના હાથ પર બચકું ભરી લીધું હતું.
આરોપીના કરડવાથી જવાનના હાથમાંથી મોટા પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું હતું. જોકે અન્ય પોલીસે ભારે જહેમત બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરની સલાહ પર આરોપીની પણ બ્લડ-ટેસ્ટ કરવામાં આવી હતી જેનો મેડિકલ રિપોર્ટ આવતાં જ પોલીસ અને આરોગ્ય-કર્મચારીઓ ચોંકી ગયા હતા.
આરોપીનો રિપોર્ટ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ માટે પોઝિટિવ આવ્યો હતો જેના કારણે તાત્કાલિક વિશેષ તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
