તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
યુપીઆઈનો નવો નિયમ અને રાજકીય ઘમાસાણ ડિજિટલ પેમેન્ટ પર કેમ ગરમાયું રાજકારણ...? યુપીઆઈનો જન્મ કેવી રીતે થયો...? ભારતની ડિજિટલ પેમેન્ટ ક્રાંતિની શરૂઆતની કહાની
યુપીઆઈ ની ક્રાંતિ થી ચાર્જના વિવાદ સુધી ડિજિટલ ઈન્ડિયાની નવી કસોટીઃ ડિજિટલ પેમેન્ટની ઐતિહાસિક સફર, નવો નિયમ અને રાજકીય રણશિગું : દસ વર્ષ ની ડિજિટલ સફર યુપીઆઈના વિકાસના નિર્ણાયક પડાવોની સમયરેખાઃ ક્યુઆર કોડથી ડિજિટલ અર્થતંત્ર સુધી યુપીઆઈ એ ભારત ની પેમેન્ટ વ્યવસ્થા કેવી રીતે બદલી...?, યુપીઆઈના નવા નિયમ થી શું બદલાશે..? રૂ.૨,૦૦૦થી વધુના વ્યવહારો પર ચાર્જની સંપૂર્ણ સમજ, રૂ.૨,૦૦૦ની મર્યાદા પાર થતાં એમડીઆર વેપારી પેમેન્ટ માં ચાર્જનું નવું ગણિત, નવા યુપીઆઈ નિયમ ની દરેક મહત્ત્વપૂર્ણ જોગવાઈ કોને છૂટ....?, કોને ચાર્જ...? ચાર્જ વેપારી પાસેથી કે ગ્રાહક પાસેથી..? યુપીઆઈ નિયમની સૌથી મોટી સ્પષ્ટતા યુપીઆઈ ચાર્જ પર રાજકીય રણશિગું સરકાર સામે વિપક્ષના સવાલો આક્ષેપો સામે નાણા મંત્રાલયનું સ્પષ્ટીકરણ ચાર્જ માળખા પાછળ સરકારની શું દલીલ ...? ચાર્જ વધશે તો યુપીઆઈ નો ઉપયોગ ઘટશે...? ડિજિટલ પેમેન્ટના ભવિષ્ય પર મોટો સવાલ યુપીઆઈનું ભવિષ્ય કઈ દિશામાં...? મફત પેમેન્ટ, નાણાકીય ટકાઉપણું અને વેપારીઓની કસોટી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારતમાં ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા એ છેલ્લા એક દાયકા માં સામાન્ય નાગરિક ના જીવન માં મોટો બદલાવ લાવ્યો છે, ચાની લારી થી લઈને મોટા વેપારી, શાકભાજીના વેચાણકારથી લઈને ઓનલાઈન ખરીદી સુધી, આજે મોબાઇલ ફોન અને યુપીઆઈ મારફતે નાણાંની લેવડદેવડ કરવી સરળ બની છે, આ પરિવર્તન પાછળ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે ર્ંયુપીઆઈ (UPI)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
યુપીઆઈની શરૂઆત, તેની કામગીરી, વ્યવહારોમાં થયેલી વૃદ્ધિ, અર્થતંત્ર પર અસર અને તાજેતરમાં જાહેર થયેલા કાયદા અંગેના રાજકીય આક્ષેપો તથા પ્રતિક્રિયાઓને સમજવા માટે હકીકતો, સત્તાવાર આંકડા અને વિવિધ પક્ષોના નિવેદનોને અલગ-અલગ જોવું જરૂરી છે.
યુપીઆઈ કેવી રીતે
કામ કરે છે...?
યુપીઆઈ બેંક ખાતા અને ડિજિટલ એપ્લિકેશન વચ્ચે સંકલન કરી ને ચુકવણી પૂર્ણ કરે છે, ગ્રાહક પોતાની બેંકને જોડે છે અને યુપીઆઈ પિન દ્વારા વ્યવહારને અધિકૃત કરે છે , દાખલા તરીકે, કોઈ ગ્રાહક દુકાન માં રૂ.૫૦૦ની ખરીદી કરે છે , વેપારીનો ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી ગ્રાહક રકમ દાખલ કરે છે, ખાતું પસંદ કરે છે અને યુપીઆઈ પિન નાખે છે. વ્યવહાર સફળ થયા પછી રકમ બેંકિગ પ્રણાલી મારફતે વેપારી સુધી પહોંચે છે , અત્રે ઉલ્લેખનીય છે કે વ્યક્તિથી વ્યક્તિ (પી ટુ પી) ટ્રાન્સફર અને વ્યક્તિ થી વેપારી (પી ટુ એમ) ચુકવણી અલગ પ્રકારના વ્યવહાર છે , તાજેતરની એમડીઆર નીતિ નો મુખ્ય સંબંધ વેપારીને કરવા માં આવતી ચુકવણી સાથે છે.
યુપીઆઈનો વિકાસ અને ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા
યુપીઆઈએ રોકડ પર આધારિત વ્યવહારો ની સાથે ડિજિટલ પેમેન્ટ ને એક સામાન્ય વિકલ્પ બનાવવા માં મદદ કરી છે, નાના વેપારી ઓ ને ક્યુઆર કોડ મારફતે ચુકવણી સ્વીકારવા ની સુવિધા મળી છે , ગ્રાહકો માટે પૈસા મોકલવા, બિલ ભરવા, ઓનલાઈન ખરીદી અને વિવિધ સેવાઓ ની ચુકવણી સરળ બની છે , સપ્ટેમ્બર ૨૦૨૬ ના તાજેતરના અહેવાલ મુજબ, ઓગસ્ટ ૨૦૨૬ માં યુપીઆઈ દ્વારા ૨૪.૫ અબજ વ્યવહારો થયા હતા, જેનું કુલ મૂલ્ય આશરે રૂ.૨૯.૮૨૩ ટ્રિલિયન હતું , આ આંકડા યુપીઆઈ ના વિશાળ પાયે ઉપયોગને દર્શાવે છે.
યુપીઆઈના ઉપયોગથી પેમેન્ટ એપ્લિકેશનો, બેંકો, વેપારી ઓ અને ગ્રાહકો વચ્ચેનું ડિજિટલ જોડાણ વધ્યું છે, જોકે, વ્યવહારોનું મોટું પ્રમાણ હોવા છતાં પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવવાનો ખર્ચ, બેંકોને મળતું વળતર અને વેપારી ચુકવણીના મોડલ અંગે નાણાકીય પ્રશ્નો યથાવત છે.
નવા માળખા મુજબ વ્યક્તિ થી વ્યક્તિ નાણાં મોકલવા માટે કોઈ ચાર્જ લાગતો નથી, રૂપિયા ૨,૦૦૦ સુધીની વેપારી ચુકવણી અને નિર્ધારિત નાના વેપારીઓના વ્યવહારો પણ શૂન્ય એમડીઆર હેઠળ રહેશે, તેથી રોજિદા નાના પેમેન્ટ પર સીધી ફી લાગવાની જોગવાઈ નથી , જોકે, મોટા વેપારી વ્યવહારો માં વેપારી ની ચૂકવણી પ્રક્રિયા, બિલિગ પદ્ધતિ અથવા ગ્રાહક સાથે ના વ્યવસાયિક વ્યવહાર પર પરોક્ષ અસર પડી શકે છે , ગ્રાહકો પાસે થી વધારા નો ચાર્જ વસૂલવો નિયમ વિરુદ્ધ હશે કે નહીં તે લાગુ પડતી જોગવાઈ અને દેખરેખ ની પ્રક્રિયા પર આધારિત રહેશે.
નાના વેપારીઓ પર શું અસર પડશે....?
નાના વેપારીઓ ને સુરક્ષિત રાખવા માટે માસિક યુપીઆઈ ક્યુઆર કોડથી મળતી રકમ ની નિર્ધારિત મર્યાદા સુધી શૂન્ય એમડીઆર ની જોગવાઈ રાખવામાં આવી છે , અહેવાલો માં રૂ.૧ લાખ માસિક પ્રાપ્તિ ને સંબંધિત વર્ગીકરણ નો ઉલ્લેખ છે , વેપારીનું ચોક્કસ વર્ગીકરણ અને છૂટ માટે ની પાત્રતા અમલ ના નિયમો પ્રમાણે નક્કી થશે.
મોટા વેપારીઓ અને ઈ-કોમર્સ પર શું અસર પડશે.....?
રૂ.૧૦,૦૦૦ ની પાત્ર વેપારી ચુકવણી પર ૦.૪ ટકા એમડીઆર લાગુ થાય તો ગણતરી મુજબ ખર્ચ રૂ.૪૦ થાય છે , રૂ.૫૦,૦૦૦ પર આ દરે રૂ.૨૦૦ અને રૂ.૭૫,૦૦૦ પર રૂ. ૩૦૦ થાય છે , રૂ.૭૫,૦૦૦ થી વધુની ચુકવણી માટે પણ દર્શાવાયેલી મહત્તમ મર્યાદા રૂ.૩૦૦ છે , આ ખર્ચ વેપારીના નફા, પેમેન્ટ પ્રદાતા સાથેના કરાર અને વ્યવસાયના પ્રકાર પ્રમાણે અલગ રીતે અસર કરી શકે છે , વેપારી ઓ આ ખર્ચ પોતે સહન કરે છે કે તેમની વ્યવસાયિક કિમત નીતિ માં ફેરફાર કરે છે તે નીતિ નો વ્યવહારિક પ્રભાવ નક્કી કરનારા પરિબળોમાંનું એક રહેશે.
રાહુલ ગાંધીના આક્ષેપો સાથે યુપીઆઈ ચાર્જ મુદ્દે રાજકીય વિવાદ
કોંગ્રેસ નો વિરોધ અને અમેરિકન દબાણ નો દાવો , યુપીઆઈ ના નવા એમડીઆર માળખા ને લઈને લોકસભા માં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ કેન્દ્ર સરકાર સામે આક્ષેપો કર્યા છે , તેમના જણાવ્યા મુજબ આ નિર્ણય અમેરિકા ના દબાણ સામે સરકાર ના ઝૂકવા ના સંદર્ભમાં જોવો જોઈએ, તેમણે આ વ્યવસ્થા ને ‘‘યુપીઆઈ ટેક્સ'' તરીકે સંબોધી ને વિરોધ વ્યક્ત કર્યો અને ચાર્જ પાછો ખેંચવાની માંગ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે , રાહુલ ગાંધીના આક્ષેપો માં મુખ્યત્વે ત્રણ મુદ્દા જોવા મળે છેઃ મોટા મૂલ્યના વેપારી વ્યવહારો પર ચાર્જ લાગવાથી વેપારીઓ અને અંતે ગ્રાહકો પર આર્થિક ભાર પડી શકે છે.
અમેરિકન કંપની ઓ અને ડિજિટલ પેમેન્ટ બજાર સાથે જોડાયેલા વ્યાપારી હિતો ના સંદર્ભ માં સરકાર ના નિર્ણય પર પ્રશ્નો ઊભા થાય છે.યુપીઆઈ જેવી જાહેર ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા ને ચાર્જ આધારિત માળખા માં લઈ જવા થી સામાન્ય લોકો ના હિત પર અસર થઈ શકે છે.
જોકે આ આક્ષેપો રાજકીય પક્ષ દ્વારા રજૂ કરાયેલા દાવા છે
જેની સામે ટીકાકારોનો લ્લષ્ટિકોણ....?
મોટા વેપારી વ્યવહારો પર ખર્ચ લાગવા થી વેપારીઓ ના નફા પર અસર પડી શકે છે. કેટલાક વેપારી ઓ ગ્રાહકો ને રોકડ અથવા અન્ય પેમેન્ટ પદ્ધતિ તરફ દોરી શકે છે તેવી ચિતા વ્યક્ત કરે છે , બેંગલુરુ ના ઇંધણ વેપારી ઓ, ફાર્મસી, રેસ્ટોરાં અને હોલસેલ વેપારીઓ તરફ થી આવી ચિતા અંગે અહેવાલો પ્રકાશિત થયા છે , હકીકત માં યુપીઆઈ ના ઉપયોગ પર કેટલો પ્રભાવ પડશે તે જાણવા માટે નિયમ અમલ માં આવ્યા પછી ના વ્યવહારો, વેપારીઓ ની પ્રતિક્રિયા અને ગ્રાહકો ની પસંદગી ના આંકડાઓ નું વિશ્લેષણ કરવું પડશે.
નાણા મંત્રાલયે આક્ષેપોને કેવી રીતે નકાર્યા...?
કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એમડીઆર સરકાર દ્વારા વસૂલવામાં આવતો કર નથી , તે પેમેન્ટ ઇકોસિસ્ટમમાં સામેલ બેંકો, પેમેન્ટ સેવા પ્રદાતા ઓ અને એપ્લિકેશન પ્રદાતા ઓ વચ્ચે વહેંચાય છે , સરકાર ના જણાવ્યા મુજબ આ માળખા નો હેતુ યુપીઆઈ ની લાંબા ગાળાની નાણાકીય ટકાઉપણું જાળવવાનો છે.
સરકારના જણાવ્યા મુજબ વ્યક્તિ થી વ્યક્તિ તમામ યુપીઆઈ વ્યવહારો મફત રહેશે , મોટાભાગ ના વેપારી વ્યવહારો પર શૂન્ય એમડીઆર ચાલુ રહેશે, ગ્રાહકો પાસેથી એમડીઆર વસૂલવાની મંજૂરી નથી , પેમેન્ટ વ્યવસ્થા ના વિસ્તરણ, સુરક્ષા અને નવીનતા માટે આવક નો ઉપયોગ કરવાનો ઉદ્દેશ છે, સરકારે અમેરિકન દબાણના આક્ષેપોને નકારી કાઢ્યા છે. સત્તાવાર સ્પષ્ટતા અનુસાર, આ નિર્ણય દેશ ની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાની નાણાકીય જરૂરિયાતો અને લાંબા ગાળાની કાર્યક્ષમતા સાથે સંબંધિત છે.
શું નવા નિયમથી યુપીઆઈ નો ઉપયોગ ઘટી શકે...?
આ મુદ્દે બે અલગ લ્લષ્ટિકોણ જોવા મળે છે , સરકારનો લ્લષ્ટિકોણઃ મોટા ભાગ ના નાના વ્યવહારો મફત રહેશે અને નાના વેપારીઓ ને છૂટ આપવામાં આવશે , તેથી રોજિદા ડિજિટલ પેમેન્ટ ના વિસ્તરણ ને જાળવી રાખી શકાય છે, નવા માળખા નો હેતુ યુપીઆઈ ને નાણાકીય રીતે વધુ ટકાઉ બનાવવાનો છે. કાયદાકીય પડકાર સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીયુપીઆઈના રૂ.૨,૦૦૦ થી વધુના અમુક વેપારી વ્યવહારો પર એમડીઆર લાગુ કરવાની નીતિ ને પડકારતી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયાના અહેવાલો છે, અરજીમાં આ નીતિ ડિજિટલ પેમેન્ટ અને વેપારી ઓ પર નકારાત્મક અસર કરી શકે છે તેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે , આ અરજી દાખલ થવી એ નીતિ અંગે નો કાયદાકીય પડકાર છે , તેનો અંતિમ ન્યાયિક નિર્ણય અથવા નિયમ માં કોઈ ફેરફાર થયો છે કે નહીં તે જાણવા માટે કોર્ટ ની આગળની કાર્યવાહી તપાસવી જરૂરી છે. યુપીઆઈનું ભવિષ્ય......? મફત સેવા, નાણાકીય ટકાઉપણું અને વેપારીઓ ની ચિતા , ભારતની ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા માં યુપીઆઈ ની ભૂમિકા માત્ર ચુકવણી ના માધ્યમ સુધી મર્યાદિત નથી, તે નાના વેપારી ઓ, ગ્રાહકો, બેંકો અને ડિજિટલ અર્થવ્યવસ્થા ને જોડતી પાયા ની વ્યવસ્થા બની છે , નવા એમડીઆર માળખા થી સરકાર એક તરફ યુપીઆઈ ના સંચાલન માટે આવક નું માળખું ઊભું કરવા માગે છે, જયારે વિપક્ષ અને કેટલાક વેપારી સંગઠનો તેની સંભવિત આર્થિક અસર અંગે ચિતા વ્યક્ત કરી રહ્યા છે, બંને તરફના મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે ચાર્જની વાસ્તવિક વસૂલાત, નાના વેપારી ઓ ને મળતી છૂટ, ગ્રાહકો પર નિયમો ના અમલ અને યુપીઆઈ વ્યવહારો ના ભવિષ્ય ના આંકડા મહત્ત્વપૂર્ણ રહેશે.
યુપીઆઈની નવી દિશા અને આગળના પ્રશ્નો.....?
૨૦૧૬ માં શરૂ થયેલી યુપીઆઈ વ્યવસ્થા એ ભારત ના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્ર માં મોટો વિસ્તાર કર્યો છે , સપ્ટેમ્બર ૨૦૨૬ માં જાહેર થયેલું નવું એમડીઆર માળખું આ વ્યવસ્થા ને શૂન્ય ચાર્જ ના અગાઉ ના મોડલમાં થી ચોક્કસ મોટા વેપારી વ્યવહારો માટે ચાર્જ આધારિત માળખા તરફ લઈ જવાનો પ્રયાસ છે , સરકાર તેને નાણાકીય ટકાઉપણું અને ડિજિટલ પેમેન્ટ ના વિસ્તરણ માટે જરૂરી પગલું ગણાવે છે, જયારે કોંગ્રેસ સહિત ના વિપક્ષી નેતા ઓ વેપારી ઓ અને ગ્રાહકો પર થનારી સંભવિત અસર તથા નિર્ણય પાછળ ના કારણો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ મુદ્દે સૌથી મહત્ત્વ ના પ્રશ્નો હવે એ રહેશે કે નવા નિયમ નો અમલ કેવી રીતે થાય છે, વેપારી ઓ પર વાસ્તવિક ખર્ચ કેટલો પડે છે અને ગ્રાહકો ના ડિજિટલ પેમેન્ટ વર્તન માં કોઈ ફેરફાર થાય છે કે નહીં , હાલ માં તો વિપક્ષ સહિત અનેક પક્ષો ને સરકાર નો વિરોધ કરવાનો મસાલો મળી ગયો છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
