News of Tuesday, 17th November 2026
યુપીઆઈઃ એમડીઆર ચાર્જ ગમે ત્યારે લાગુ થશે
યુપીઆઈ વ્યાપાર સક્ષમ યોજના પણ બહાર પાડવામાં આવી : ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે એનપીસીએલનો વ્યૂહઃ એમડીઆર ફી દિવાળીના તહેવારોને અનુલક્ષીને મોકૂફ રખાઈ હતી

નવી દિલ્હી,તા.૧૭: દિવાળીના તહેવારોના છ દિવસ પૂર્ણ થયા હોવા છતાં પણ યુપીઆઈના એમડીઆર ચાર્જનો અમલ થયો નથી. જોકે વેપારીઓ એ માને છેકે, એનપીસીએલ દ્વારા આગામી દિવસોમાં ગમે ત્યારે એમડીઆર ચાર્જનો અમલ કરવાની જાહેરાત થશે. બીજી તરફ નાના વેપારીઓમાં યુપીઆઈનો વ્યાપક સ્વીકાર થાય તે માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ - યુપીઆઈ વ્યાપાર સક્ષમ યોજના ગત તા.૧૧મીના રોજ બહાર પાડવામાં આવી છે. જે ડિજીટલ પેમેન્ટને ઉત્તેજન મળે તે હેતુથી છે.જેમાં નિર્ધારિત શરતો પૂરી કરનાર વેપારીઓને દરેક ફિઝીકલ કોડ પર રૂા. ૩૦૦ અને દરેક સાઉન્ડ બોક્સ ઉપર રૂા.૭૫૦નું પ્રોત્સાહન અપાશે. જેમાં યુપીઆઈ ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફી જે વસૂલવામાં આવે તેમાંથી કેટલોક ભાગ નાના વેપારીઓને પ્રોત્સાહન માટે ઉપયોગમાં લેવાનો છે. જેમાં જણાવાયું છે કે યુપીઆઈ એમડીઆર ફીના અમલ જે દિવસથી થાય ત્યારથી ત્રણ વર્ષ માટે આ યોજના અમલી બનશે. ઉલ્લેખનીય છેકે, એમડીઆર ફી જે ઓકટોબર ૧૫થી અમલી થવાની હતી પણ દિવાળીના તહેવારોને અનુલક્ષીને મોકૂફ રખાઇ હતી. આ યોજનામાં નાના વેપારીઓને ફીઝીકલ મ્ય્ કોડ અને સાઉન્ડ બોક્સ આપવામાં આવશે.
આ ઉપરાંત આ યુપીઆઈ વ્યવહારને ઉત્તેજન મળે તે માટે ટ્રાન્ઝેકશન - સંલગ્ન પ્રોત્સાહનો પણ આપવામાં આવશે. પ્રોત્સાહન માળખાના ૩ ભાગ છે અને તેમાં ફંડની વહેચણી નક્કી કરાઈ છે. જે મુજબ ઘટક ૧માં ૩૦ ટકા ફંડ છે. જેમાં નવા વેપારીઓને જોડવા કેન્દ્રિત આ ભાગમાં પ્રતિ રૂા.૩૦૦ અને પ્રતિ સાઉન્ડ બોક્સ રૂા.૭૫૦નું પ્રોત્સાહન મળશે. આ લાભ મેળવવા માટે વેપારીએ ત્રણમાંથી ઓછામાં ઓછા ૨ મહિનામાં દર મહિને ઓછામાં ઓછા ૨૫ યોગ્ય વ્યવહાર કરવા પડશે. જેનું કુલ માસિક મૂલ્ય ઓછામાં ઓછું રૂા.૫૦૦૦ હોવું જરૂરી છે. ઘટક રમાંપ૦ ટકા ફંડ છે. આ ભાગમાં વ્યવહારો વધારવા માટે છે. જો વેપારી યોગ્ય યુપીઆઈ વ્યવહારો ની સંખ્યા દર ત્રિમાસિક ગાળે ઓછામાં ઓછો પ ટકાનો વધારો થાય, તો કુલ વ્યવહાર મૂલ્યના ૦.૦૩ ટકા જેટલું પ્રોત્સાહન મળશે.
લક્ષિત ભૌગોલિક વિસ્તારો માટે તેમાં ૫૦ ટકા વધારાનું પ્રોત્સાહન અપાશે. ઘટક ૩માં ૨૦ ટકા ફંડ છે. આ અંતિમ ભાગ હેઠળ પાછલા ત્રિમાસિક ગાળાની તુલનામાં થયેલા વધારાના વ્યવહાર મૂલ્યના ૦.૨૦ ટકા લેખે પ્રોત્સાહન ગણવામાં આવશે. જે ઘટક ૨ ના લાભ ઉપરાંત વધારાનું હશે. નાના વેપારીઓ કે જેમનું ટર્ન ઓવર ગત નાણાંકીય વર્ષમાં વાર્ષિક રૂા.૪૦ લાખથી ઓછું છે તેમને ધ્યાનમાં રાખીને આ યોજના પાડવામાં ટાયર ૩ થી ટાયર ૬ કેન્દ્રો, ઉત્તર-પૂર્વના રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લડાખને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે. ટાયર ૧- ટાયર ૨ શહેરો એટલે કે મેટ્રો-મહાનગરોમાં પીએમ સ્વનિધિ અને પીએમ વિશ્વકર્મા યોજના માં જે નાના વેપારીઓને આવરી લેવામાં આવ્યા હશે તેમને ધ્યાનમાં લેવામાં આવશે. જેમાં રૂા. ૨૦૦૦ કે તેથી ઓછી રકમના વ્યવહારોને ધ્યાનમાં લેવામાં આવશે.
વાષિર્ક નવા ૬થી ૧૦ મિલિયન ફિઝિકલ કોડનો લક્ષ્યાંક
એનપીસીએલનો લક્ષ્યાંક વાર્ષિક નવા ૬થી ૧૦ મિલિયન ફિઝીકલ કોડ અને ૦.૫ થી ૧ મિલિયન નવા સાઉન્ડ બોક્સનો છે. જ્યારે વર્તમાન નાના વેપારીઓના વ્યવહારોમાં ૩૦ ટકાથી ૫૦ ટકાની વૃધ્ધિનો છે. સેટલમેન્ટના દાવા રજુ થયાના ૩૦ દિવસમાં પ્રોત્સાહનો દર ત્રણ મહિનાને અનુલક્ષીને ગણવામાં આવશે.
તો જાન્યુઆરીથી યોજનાનો અમલ
વેપારીઓના એક વર્ગનું માનવું છેકે, એનપીસીએલ દ્વારા આ યોજના જાન્યુઆરી ૨૦૨૭થી અમલી બનાવવામાં આવે તેવી સંભાવના છે. ગત ૧૫મી ઓકટોબરથી અમલમાં આવનારી યુપીઆઇ એમડીઆર ફી રૂા.૨૦૦૦ ઉપરાંતના વ્યવહારો ઉપર ૦.૪ ટકાની અને રૂા. ૭૫૦૦૦ ઉપરાંતના વ્યવહારો ઉપર રૂા.૩૦૦ની ફી સૂચવવામાં આવી હતી. જોકે આ યોજનાનો દેશભરના વેપારીઓએ ઉગ્ર વિરોધ કરતાં તે મોકુફ રાખવામાં આવી હતી.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
