<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

મહારાષ્‍ટ્રના રાજકારણમાં ખળભળાટ

શિવસેના UBT ના વિભાગ પ્રમુખ પર ફાયરિંગઃ મોત! પ્રદીપ પૂર્ણેકર પર અજાણ્‍યા લોકોનું બે રાઉન્‍ડ ફાયરીંગ

મુંબઈ, તા.૩૦: મહારાષ્‍ટ્રના ઠાણે શહેરમાં ગત રાત્રે શિવસેનાના નેતા પ્રદીપ પૂર્ણેકરની ગોળી મારીને હત્‍યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્‍થળ અને આસપાસના વિસ્‍તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને શંકાસ્‍પદ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. સૂત્રો અનુસાર, પ્રદીપ (બાલા) પૂર્ણેકર ઉદ્ધવ ઠાકરેના નેતળત્‍વવાળી શિવસેનાના ઠાણે વિભાગનો પ્રમુખ હતો.

મંગળવારે રાત્રે લગભગ ૯ વાગ્‍યે કપૂરબાવડી પોલીસ સ્‍ટેશનની હદમાં અજાણ્‍યા હુમલાખોરોએ તેના પર બે રાઉન્‍ડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન તેની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. ગોળી વાગવાથી તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ તેને તાત્‍કાલિક ઘોડબંદર રોડ પર આર મોલ નજીક આવેલી ઇન્‍ફિનિટી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

(3:39 PM IST)