News of Saturday, 8th August 2026
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગીરખપુર યુનિવર્સિટી પર લાલઘુમ હોટેલમાં ખરાબ ભોજન અને ડુગગ્સની પૂયણખોરી અંગ આપી કડક ચેતવણી
આનંદીબેન પટેલે એક રાજ્યપાલ તરીકે નહીં, પરંતુ એક માતા તરીકે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો બાળકોને આવો શુદ્ધ આહાર નહીં મળે તો તેમનો માનસિક વિકાસ કેવી રીતે થશે?

ગોરખપુર તા.૮: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગોરખપુર યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન હોસ્ટેલના મેસમાં અપાતા ભીજનની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જાતે રસોડાની તપાસ કરી, ખરાબ તેલના સેમ્પલ લીધા અને બહારથી આવતા ટિફિન દ્વારા ડ્રગ્સ અને દારૂ હોસ્ટેલમાં પૂસી શકે તેવી ગંભીર આશંકા વ્યક્ત કરી યુનિવર્સિટી પ્રશાસનને આકરી ફટકાર લગાવી હતી.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગોરખપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા યુનિવર્સિટી પ્રશાસનની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ગોરખપુર યુનિવર્સિટીની ખામીઓ ઉજાગર કરી હતી અને આગામી ત્રણ મહિનામાં આ તમામ ખામીઓ સુધારવા માટે કડક આદેશ આપ્યો હતો.
રાજ્યપાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગોરખપુર યુનિવર્સિટીમાં કુલ ૯ છાત્રાલયો (હોસ્ટેલ) છે, જેમાં ૩ કન્યાઓ માટે અને ૬ કુમારો માટે છે. કેટલાકમાં સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ કુમાર છાત્રાલયમાં મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ બહારથી ટિફિન મંગાવી રહ્યા છે. આ અંગે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે જાતે હોસ્ટેલના રસોડા અને સ્ટોર રૂમની ઓચિતી મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું. હું એક ગૃહિણી છું અને વર્ષો સુધી મેં રસોડાનું કામ જોયું છે.'' આ કહીને તેમણે જાતે ડબ્બાઓ ખોલાવ્યા હતા અને તપાસ દરમિયાન તેમને અત્યંત હલકી કક્ષાનું (ભંગાર) તેલ અને અન્ય અશુદ્ધ સામગ્રી મળી આવી હતી. સ્થાનિક અધિકારીઓ પર અવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ફૂડ વિભાગના અધિકારીઓને બોલાવી આ સામગ્રીના સેમ્પલ પોતાની હાજરીમાં લીધા હતા અને વચેટિયાઓ સેમ્પલ બદલી ન નાખે તે માટે તેને તપાસ માટે સીધા લખનૌ મોકલવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (વીસી) ને કડક સૂચના આપી છે કે બહારથી આવતા ટિફિન તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને યુનિવર્સિટી પોતે જ સારું અને શુદ્ધ ભોજન પૂરું પાડે
સૌથી ગંભીર મુદ્દો ઉઠાવતા તેમણે ચેતવણી આપી કે બહારથી આવતા ટિફિનમાં માત્ર જમવાનું જ નથી આવતું, પરંતુ તેમાં ડ્રગ્સ અને દારૂ પણ હોસ્ટેલ સુધી પહોંચી શકે છે.
તેમણે MMMUT (મદન મોહન માલવિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી) નો દાખલો આપતા કહ્યું કે ત્યાં પણ આ જ રીતે ડ્રગ્સ અને દારૂ પકડાયા છે, તેથી ગોરખપુર યુનિવર્સિટીએ પણ આ બાબતે સતર્ક થવાની અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
