તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ઉત્તરથી દક્ષિણ ભારત સુધી કમોસમી વરસાદનો કહેર: યુપીમાં 45ના મોત, છત્તીસગઢમાં 400 ગામો ડૂબી ગયા અને ચારધામ યાત્રા સ્થગિત!
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત; રેલ-હવાઈ સેવાઓ ખોરવાઈ અને નદીઓ ખતરાના નિશાનથી ઉપર

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની વિદાયના સમયે બંગાળની ખાડીમાં ઊંડા નીચા દબાણવાળા ક્ષેત્ર (ડીપ ડિપ્રેશન) અને પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે ઉત્તરથી દક્ષિણ સુધીના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. ઉત્તરપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત વરસાદ અને ભારે પવનોને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
માત્ર ઉત્તરપ્રદેશમાં જ છેલ્લા 24 કલાકમાં સામાન્ય કરતા 19 ગણો વધુ વરસાદ પડવાને કારણે થયેલી દુર્ઘટનાઓમાં 45 લોકોના મોત નીપજ્યા છે, જેમાં સૌથી વધુ 28 મોત અવધ ક્ષેત્રમાં થયા છે. ગોરખપુરમાં માત્ર બે કલાકમાં 150 મિમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રેલવે અને હવાઈ વ્યવહાર પર માઠી અસર પડી છે. વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે શાળાઓ-કોલેજો બંધ કરી દીધી છે. બીજી તરફ, છત્તીસગઢના બસ્તર અને આસપાસના વિસ્તારોમાં ઇન્દ્રાવતી નદીના પૂરથી 400 થી વધુ ગામો અને 40,000 લોકો પ્રભાવિત થયા છે, જ્યાં પૂરના પાણીમાં ચાર બાળકો તણાઈ ગયા હોવાના દુઃખદ સમાચાર છે.
મધ્યપ્રદેશમાં નર્મદા અને મંદાકિની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જ્યારે મંડલામાં ગણેશ પંડાલ પર વીજળી પડવાથી 4 યુવાનોના મોત થયા છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તથા વરસાદના કારણે ચારધામ અને આદિ કૈલાશ યાત્રાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. ઋષિકેશમાં ગંગા નદીમાં રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અનેક જગ્યાએ ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
