<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ૨૬ સપ્ટેમ્બરે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર રજૂ કરશે દેશનું વક્તવ્ય: વૈશ્વિક મંચ પરથી વાગશે ભારતનો ડંકો

​ન્યૂયોર્કમાં ૨૨ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠક ના બપોરના સત્રમાં ડૉ. જયશંકર ભારત વતી વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર દેશનો પક્ષ મજબૂતીથી રજૂ કરશે

​ન્યૂયોર્ક:વિશ્વના સૌથી મોટા અને પ્રભાવશાળી આંતરરાષ્ટ્રીય મંચ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા (UNGA) ના વાર્ષિક સત્રમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરતા વિદેશ મંત્રી ડૉ. સબ્રહ્મણ્યમ જયશંકર આગામી ૨૬ સપ્ટેમ્બરે વિશ્વભરના નેતાઓને સંબોધિત કરશે. અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન તેઓ બપોરના સત્રમાં ભારતનું રાષ્ટ્રીય વક્તવ્ય (National Statement) રજૂ કરશે.

​મળતી વિગતો મુજબ, સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાનું આ વાર્ષિક સત્ર ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલશે. સમગ્ર સપ્તાહ દરમિયાન ચાલનારી સામાન્ય ચર્ચા (General Debate) માં વિશ્વના અનેક દેશોના વડાઓ અને વિદેશ મંત્રીઓ પોતપોતાના દેશનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. આ ક્રમમાં ૨૬ સપ્ટેમ્બરે ભારતના વિદેશ મંત્રીનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પ્રવર્તમાન વૈશ્વિક સંતુલન, આતંકવાદ સામેની લડાઈ, વૈશ્વિક દક્ષિણ (Global South) ના દેશોની ચિંતાઓ અને આર્થિક તથા ભૌગોલિક-રાષ્ટ્રીય પડકારો પર ભારતનો સ્પષ્ટ અને સચોટ દ્રષ્ટિકોણ મૂકશે. આ મહત્વપૂર્ણ સંબોધન પર સમગ્ર વિશ્વની રાજદ્વારી નજરો ટકેલી રહેશે.

(12:40 PM IST)