News of Saturday, 13th June 2026
મદુરાઈમાં અનોખો 'કનિમાત્રુ ઉત્સવ' : ભક્તોએ 10 દિવસના ઉપવાસ બાદ માથે કેળાની ટોપલીઓ મૂકી 16 કિમીની પદયાત્રા
તમિલ મહિના 'વૈકાસી' દરમિયાન દર બે વર્ષે એકવાર યોજાતા આ અનોખા ઉત્સવમાં કૃષિ સમૃદ્ધિ અને સારા વરસાદ માટે પ્રાર્થના

તમિલનાડુના મદુરાઈ જિલ્લાના ચિત્તમપટ્ટી ગામમાં આવેલા શ્રીદેવી અમ્મન-મદુરાઈ વીરન મંદિરે આજે પરંપરાગત 'કનિમાત્રુ ઉત્સવ'ની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તમિલ મહિના 'વૈકાસી' દરમિયાન દર બે વર્ષે એકવાર યોજાતા આ અનોખા ઉત્સવમાં કૃષિ સમૃદ્ધિ અને સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉત્સવના ભાગરૂપે પુરુષ ભક્તો 10 દિવસના ઉપવાસ રાખે છે અને ઉત્સવના દિવસે શરીર પર ચંદનનો લેપ લગાવી, ખુલ્લા ડિલે અને ઉઘાડા પગે સિરુમલાઈ ટેકરીઓમાંથી લાવવામાં આવેલા ખાસ પહાડી કેળાની ટોપલીઓ માથા પર મૂકીને 16 કિલોમીટર લાંબી પદયાત્રા કરે છે. મીનાક્ષી અમ્મન મંદિર પાસેથી શરૂ થયેલી આ યાત્રા બાદ મંદિરે પહોંચીને આ ફળો માતાજીને અર્પણ કરી ભક્તોને પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવે છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
