<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્‍ણવજીનો આજે જન્‍મદિવસઃ ૫૭માં વર્ષમાં પ્રવેશ

આઈએએસ અધિકારી તરીકે કરી હતી કારકિર્દીની શરૂઆત : વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના પર્સનલ સેકેટરી રહી ચૂક્‍યા છે શાંત, સરળ અને ટેકનોલોજી પ્રેમી તરીકેની તેમની ઓળખ છે

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ કેન્‍દ્રીય રેલવે, સંચાર તેમજ ઇલેક્‍ટ્રોનિક્‍સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવજીનો આજે જન્‍મ દિવસ છે તેઓ યશસ્‍વી જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

તેઓનો જન્‍મ ૧૮ જુલાઈ, ૧૯૭૦ ના રોજ રાજસ્‍થાન ના પાલી જિલ્‍લા ના જીવંદ કલાં ગામ માં થયો હતો,  ત્‍યારબાદ તેમનો પરિવાર જોધપુર માં સ્‍થાયી થયો , બાળપણથી જ તેઓ અભ્‍યાસુ, શિસ્‍તબદ્ધ અને ટેકનોલોજી પ્રત્‍યે રસ ધરાવતા હતા. તેમણે  પ્રાથમિક અને ઉચ્‍ચ શિક્ષણ જોધપુરની શાળાઓ માં પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણ પૂર્ણ કર્યું , ત્‍યારબાદ તેમણે એમ.બી.એમ. એન્‍જિનિયરિગ કોલેજ, જોધપુરમાં થી ઇલેક્‍ટ્રોનિક્‍સ અને કમ્‍યુનિકેશન એન્‍જિનિયરિગ માં બી.ઈ. પૂર્ણ કર્યું અને ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો, ત્‍યારબાદ આઇઆઇટી કાનપુરમાં થી એમ ટેક  કર્યું , અને પછી અમેરિકા એમબીએ પૂર્ણ કર્યું 

અશ્વિનીજીએ વર્ષ ૧૯૯૪માં યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષા ઉત્તીર્ણ કરી અને અખિલ ભારતીય ૨૭ મો ક્રમ પ્રાપ્ત કર્યો, તેમને ઓડિશા કેડરના આઈએએસ અધિકારી તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા, તેમણે ઓડિશા માં વિવિધ મહત્‍વપૂર્ણ પદો પર સેવા આપી , જેમાં ખાસ કરીને  જિલ્‍લા કલેક્‍ટર  બાલાસોર જિલ્‍લા કલેક્‍ટર  કટક તેમણે વિકાસ, વહીવટ અને સુશાસન માં નોંધપાત્ર કામગીરી કરી.

૨૦૦૩માં તેઓ તત્‍કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ના પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડેપ્‍યુટી સેક્રેટરી બન્‍યા , પછી તેઓ અટલજી ના ખાનગી સચિવ  તરીકે પણ કાર્યરત રહ્યા, આ સમયગાળા દરમિયાન તેમણે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને જાહેર-ખાનગી ભાગીદારી સંબંધિત અનેક મહત્‍વપૂર્ણ કામોમાં યોગદાન આપ્‍યું.

જોકે ત્‍યાર બાદ વર્ષ ૨૦૦૮ માં આઈએએસમાંથી રાજીનામું આપ્‍યા પછી તેમણે એમબીએ પૂર્ણ કર્યું અને તેઓ જીઇ ટ્રાન્‍સપોર્ટેશનમાં મેનેજિગ ડિરેક્‍ટર તરીકે સાઇમેન્‍સમાં વાઇસ પ્રેસિડેન્‍ટ તરીકે કાર્ય પણ કર્યું , એટલુંજ નહિ ત્‍યાર બાદ તેમણે ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલી પોતાની કંપનીઓની સ્‍થાપના કરી.

અશ્વિની કુમાર વર્ષ ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી બીજેપી સાથે જોડાયા , પક્ષે તેમની વહીવટી ક્ષમતા, ટેકનોલોજી ક્ષેત્ર નો અનુભવ અને નીતિ ઘડતર માં કુશળતાને ધ્‍યાનમાં રાખીને તેમને મહત્‍વપૂર્ણ જવાબદારીઓ સોંપી , એટલુંજ નહી જૂન ૨૦૧૯ માં ભાજપે તેમને ઓડિશામાંથી રાજ્‍યસભા ના ઉમેદવાર બનાવ્‍યા , તેમની ઉમેદવારીને ભાજપ ઉપરાંત તે સમયની ઓડિશાની શાસક પાર્ટી બીજુ જનતા દળ

(બીજેડી)નું પણ સમર્થન મળ્‍યું, જેના કારણે તેઓ સરળતાથી રાજ્‍યસભાના સભ્‍ય તરીકે ચૂંટાઈ આવ્‍યા , આ તેમની સક્રિય રાજકીય કારકિર્દીની મહત્‍વપૂર્ણ શરૂઆત હતી ,૭ જુલાઈ ૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી એ કેન્‍દ્રીય મંત્રિમંડળ ના વિસ્‍તરણ દરમિયાન અશ્વિની વૈષ્‍ણવજી ને સીધા કેબિનેટ મંત્રી બનાવ્‍યા પ્રથમ જ વખત માં તેમને ત્રણ અત્‍યંત મહત્‍વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી ,રેલવે મંત્રાલય, સંચાર મંત્રાલય ઇલેક્‍ટ્રોનિક્‍સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય એક નવા રાજકારણી ને એક સાથે આટલી મહત્‍વપૂર્ણ જવાબદારી મળવી નોંધપાત્ર માનવામાં આવી હતી.

અશ્વિનીજી ની રાજકીય સફર પુરપાટ વેગે દોડતી રહી,૨૦૨૪ માં નવી સરકાર બન્‍યા બાદ તેઓ ફરી કેબિનેટ માં સામેલ થયા , આ વેળા એ તેમને...રેલવે મંત્રાલય ઇલેક્‍ટ્રોનિક્‍સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય ની જવાબદારી સોંપવામાં આવી ,સંચાર મંત્રાલયની જવાબદારી ત્‍યારબાદ અન્‍ય મંત્રીને આપવામાં આવી 

અશ્વિની વૈષ્‍ણવજીને પરંપરાગત જનસભા આધારિત નેતા કરતાં વધુ નીતિ આધારિત  અને ટેકનોક્રેટ નેતા તરીકે ઓળખવા માં આવે છે , તેઓ મીડિયા ચર્ચા કરતાં વધુ પ્રોજેક્‍ટ અમલીકરણ, ટેકનોલોજી અને વહીવટી કાર્યક્ષમતા પર ભાર મૂકે છે,  તેમની આઈએએસ  પૃષ્ઠભૂમિ અને કોર્પોરેટ અનુભવ ને કારણે તેઓ સરકાર માં એક અસરકારક પ્રશાસક તરીકે જાણીતા છે , શાંત, સરળ અને ટેકનોલોજી પ્રેમી મનાય છે.

અશ્વિની કુમારની રેલવે મંત્રી તરીકેની કામગીરી આંખે ઉડીને વળગે તેવી છે, તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય રેલવેમાં અનેક મોટા નિર્ણયો અને પ્રોજેક્‍ટ આગળ વધ્‍યા, જેમ કે વંદે ભારત ટ્રેનોનું ઝડપી વિસ્‍તરણઅમૃત ભારત સ્‍ટેશન યોજના કવચ (Kavach) સુરક્ષા સિસ્‍ટમ્‍સનો વિસ્‍તાર ૧૦૦% વિદ્યુતીકરણ તરફ ઝડપી પ્રગતિ આધુનિક કોચ અને ઉત્‍પાદન ક્ષમતામાં વધારો રેલવે ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં મોટું મૂડીરોકાણ આ કામગીરીને કારણે તેઓ ટેકનોલોજી આધારિત સુધારાઓ માટે જાણીતા બન્‍યા.

જ્‍યારે ડિજિટલ અને આઈટી ક્ષેત્રમાં યોગદાન પણ રહ્યું છે,તેમણે ઇલેક્‍ટ્રોનિક્‍સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી તરીકે ભારતમાં સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગને પ્રોત્‍સાહન ભારત એઆઈ મિશન ઇલેક્‍ટ્રોનિક્‍સ ઉત્‍પાદન વધારવા માટેની નીતિઓ ડિજિટલ ઇન્‍ડિયાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો જેવા ક્ષેત્રોમાં મહત્‍વપૂર્ણ પહેલ કરી.

(2:38 PM IST)