News of Thursday, 16th July 2026
બ્રસેલ્સમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની હાઇપ્રોફાઇલ બેઠક: ભારત-EU મુક્ત વેપાર કરારથી ભારતીય ઉદ્યોગો માટે ખુલશે વૈશ્વિક તકોના દ્વાર
FICCI, CII અને ASSOCHAM ના વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે યોજાઈ મહત્વપૂર્ણ ચર્ચા; MSME અને સ્થાનિક વ્યવસાયોને આર્થિક ક્રાંતિનો સીધો લાભ મળશે

બ્રસેલ્સ : ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની પોતાની સત્તાવાર મુલાકાત દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજી છે. તેમણે ત્યાં હાજર ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), ASSOCHAM અને અન્ય અગ્રણી પ્રાદેશિક સંગઠનોના સભ્યો ધરાવતા ઉચ્ચ સ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે વિસ્તૃત અને સકારાત્મક વાતચીત કરી હતી.
આ હાઇપ્રોફાઇલ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક મંચ પર ભારતીય ઉદ્યોગોના વિસ્તરણ અને યુરોપ સાથેના વ્યાપારી સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.
મુક્ત વેપાર કરાર (FTA) થી ભારતીય ઉદ્યોગોને થશે મોટો ફાયદો
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બેઠકની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, આ સંવાદ મુખ્યત્વે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (India-EU Free Trade Agreement) પર કેન્દ્રિત હતો.
આ ઐતિહાસિક કરાર આગામી સમયમાં ભારતીય ઉદ્યોગ જગત માટે વૈશ્વિક સ્તરે અનેક નવી અને સોનેરી તકોનું સર્જન કરશે. આ કરારથી માત્ર મોટા કોર્પોરેટ હાઉસ જ નહીં, પરંતુ ભારતના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs), સ્થાનિક વ્યવસાયો અને સામાન્ય નાગરિકો સુધી તેના સીધા અને મૂર્ત આર્થિક લાભો (Tangible Benefits) પહોંચાડવા માટેનો એક મજબૂત રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુરોપિયન માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની પહોંચ સરળ બનતા દેશના નિકાસ ક્ષેત્રને બૂસ્ટ મળશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
