<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ફરી ગુજરાતની મુલાકાતે : રવિવારે ' યોગ દિવસ' ના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

શનિવારે જ ગુજરાતમાં થશે આગમન : રવિવારે હોમ સ્ટેટમાં રહીને નાગરિકો સાથે યોગાભ્યાસ કરશે

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ફરીવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 20 મેના રોજ ગુજરાત પહોંચશે અને આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 

સમગ્ર દેશ અને દુનિયા જ્યારે યોગમય બનવા જઈ રહી છે, ત્યારે કેનદ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાના હોમ સ્ટેટમાં રહીને નાગરિકો સાથે યોગાભ્યાસ કરશે અને આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર્વની ઉજવણીમાં સહભાગી થશે. આ મુલાકાતને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને ગુજરાતની જનતા સાથે યોગ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને વતનના લોકો સાથે આ સાંસ્કૃતિક અને આરોગ્યપ્રદ ઉત્સવની ઉજવણી કરીને ફિટનેસનો સંદેશ આપશે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી માટે સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત આયોજન સાથે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. પીએમ મોદીના પ્રયાસોથી વૈશ્વિક બનેલા યોગ દિવસને અમિતભાઇ શાહ ગુજરાતની  ધરતી પરથી વધુ એકવાર નવી ઊંચાઈ આપશે.

(8:39 PM IST)