તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સોમનાથ સ્વાભિમાન પર્વ' પૂજા બુકિંગનો કરાવ્યો પ્રારંભ : ‘સોમનાથ વર્તમાન’ ઈ-પત્રિકાનું લોકાર્પણ કર્યું
શિવાજી મહારાજ શૈલીની 'મરાઠી પાઘ' કરી અર્પણ :અમિતભાઈશાહે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થાભેર પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા

ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તથા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રદ્ધા અને સમર્પણના સંગમ સમાન આ મુલાકાત દરમિયાન તેમણે સજોડે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.
શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે અમિતભાઈ શાહે સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ અવસરે તેમણે મહાદેવને વિશેષ 'મરાઠી પાઘ' અર્પણ કરી હતી. આ પાઘડી પરમ શિવભક્ત છત્રપતિ શિવાજી મહારાજની શૈલીમાં ચાંદી અને કીમતી વસ્ત્રોના ઉપયોગથી તૈયાર કરવામાં આવી હતી. પૂજા બાદ તેમણે સોમનાથ મંદિરના શિખર પર સ્વહસ્તે ધ્વજારોહણ કરીને ધર્મધજા લહેરાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહ્વાન પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ - વિશેષ મહાપૂજા'નું આયોજન કરાયું છે, જેના બુકિંગનો અમિતભાઈ શાહે પ્રારંભ કરાવ્યો હતો. આ વિશેષ પૂજા 11 મે, 2026થી શરૂ થશે અને ભક્તો અધિકૃત વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે. આ પૂજામાં મહાઅભિષેક, રુદ્રાક્ષ માળા, અને માતા પાર્વતીને શૃંગાર અર્પણ જેવી વિધિઓનો સમાવેશ થાય છે.
સાથે જ, ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવા "સોમનાથ વર્તમાન" નામની ત્રિમાસિક ઈ-પત્રિકાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ધાર્મિક કાર્યક્રમની સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય નિવારણ માટે સંવેદનશીલ પહેલ કરવામાં આવી હતી. અમિતભાઈ શાહના હસ્તે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના સ્વાસ્થ્ય સુધારણામાં મદદરૂપ થશે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
