<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પરમ દિ'કચ્‍છની સંવેદનશીલ હરામી નાળાના સરહદી વિસ્‍તારની મુલાકાતે

બિનવારસુ ડ્રગ્‍સ, ડ્રોનનો કાટમાળ મળ્‍યો છે એ ક્રીક વિસ્‍તારની સલામતી અંગે સુરક્ષા એજન્‍સીઓ સાથે ચર્ચા કરશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭: દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ શુક્રવાર ૨૯ તારીખે કચ્‍છના સરહદી વિસ્‍તારની મુલાકાત લેશે એવા સમાચાર મળી રહ્યા છે. જોકે, હજી આ અંગે કોઈ સત્તાવાર સમાચાર નથી પરંતુ કે વિગત જાણવા મળી રહી છે એ અનુસાર ગૃહમંત્રી સંવેદનશીલ એવા ક્રીક વિસ્‍તારમાં હરામીનાળાની મુલાકાત લઈ ત્‍યાંની સુરક્ષા વ્‍યવસ્‍થાની ચકાસણી કરશે. પાકિસ્‍તાનને જોડતી કચ્‍છની આ દરિયાઈ સરહદે બિનવારસુ ડ્રગ્‍સ પુષ્‍કળ પ્રમાણમાં મળી રહ્યું છે. વળી હાલમાં જ અહીંથી ચાઈનીઝ બનાવટના ડ્રોનનો કાટમાળ પણ મળી આવ્‍યો હતો. શ્રી શાહ કચ્‍છ સરહદે તૈનાત વિવિધ લશ્‍કરી પાંખો સાથે સુરક્ષા એજન્‍સીઓની સયુંક્‍ત બેઠક યોજી વિચાર વિમર્શ કરશે.

(11:02 AM IST)