તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 15th October 2026
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે : અમદાવાદ અને ગાંધીનગર ખાતે યોજાશે વિવિધ કાર્યક્રમો
જૈન આચાર્યશ્રીઓના દર્શન, મંદિર પ્રતિષ્ઠા શિલાન્યાસ, આરતી અને ગરબા મહોત્સવમાં આપશે વિશેષ ઉપસ્થિતિ

ગાંધીનગર: ગાંધીનગર લોકસભાક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે, ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬, શુક્રવારના રોજ ગુજરાતની મુલાકાતે પધારવાના છે. આ એક દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે.
મુલાકાતનાં મુખ્ય કાર્યક્રમો અને સમયપત્રક:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના ૧૬ ઓક્ટોબરે યોજાનાર કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા નીચે મુજબ છે:
* ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન:
* સમય: બપોરે ૨:૪૫ કલાકે
* સ્થળ: પ્રેરણા તીર્થ દેરાસર, સેટેલાઇટ, અમદાવાદ
* ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન:
* સમય: બપોરે ૩:૧૫ કલાકે
* સ્થળ: શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, પાલડી, અમદાવાદ
* શ્રી વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન અને શિલાન્યાસ:
* સમય: સાંજે ૫:૪૫ કલાકે
* સ્થળ: શ્રી વરદાયિની માતા મંદિર, રૂપાલ, જિ. ગાંધીનગર
* વિશેષતા: અહીં તેઓ માતાજીના દર્શન-પૂજન કરવા ઉપરાંત ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના નિર્માણ માટેનો શિલાન્યાસ કરશે.
* બહુચર માતાજીના મંદિરે આરતી:
* સમય: સાંજે ૭:૧૫ કલાકે
* સ્થળ: બહુચર માતા મંદિર, માણસા, જિ. ગાંધીનગર
* નવરાત્રિ યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવમાં હાજરી:
* સમય: રાત્રે ૯:૧૫ કલાકે
* સ્થળ: શ્રી રામજી મંદિર, નવરાત્રિ ચોક, કોલવડા, જિ. ગાંધીનગર
અમિતભાઈના આ પ્રવાસને લઈને સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા તમામ આયોજનોને સફળ બનાવવા માટે તંત્ર અને આયોજકો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
