તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
UNGA માં ભારતનો વિશ્વ મંચ પર ડંકો: પરમાણુ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરીને સમગ્ર વિશ્વને મદદ કરવા ભારતે ધરી મદદની હસ્તરેખા!
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રમાં સાંસદ સંગીતા સિંહ દેવે પરમાણુ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ વર્ણવી : લાઓસ, શ્રીલંકા અને મોલ્ડોવા સહિતના દેશોએ ભારત-યુએન ફંડ દ્વારા મળતી મદદ બદલ ભારતનો માન્યો આભાર.

ન્યુ યોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રમાં ભારતે વૈશ્વિક કક્ષાએ ફરી એકવાર પોતાની ઉદારતા અને પરમાણુ ક્ષેત્રે મેળવેલી મજબૂત પકડનો પરિચય આપ્યો છે. ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના નેતા અને સાંસદ સંગીતા કુમારી સિંહ દેવે મહાસભાને સંબોધિત કરતા સ્પષ્ટ કર્યું હતું કે ભારત પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીના સલામત, સુરક્ષિત અને શાંતિપૂર્ણ ઉપયોગ માટે વૈશ્વિક સ્તરે કટિબદ્ધ છે. તેમણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી ના સુદ્રઢ માળખા અને ટેકનિકલ સહયોગ કાર્યક્રમોમાં ભારતના પૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો, જેથી વિકાસશીલ દેશો પણ આ ક્રાંતિકારી ટેકનોલોજીનો લાભ મેળવી શકે.
યુનાઇટેડ નેશન્સ ખાતેના ભારતીય મિશન દ્વારા જારી વિગતો અનુસાર, ભારતે 'સાઉથ-સાઉથ કોઓપરેશન' (દક્ષિણ-દક્ષિણ સહયોગ) પ્રત્યે પોતાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પરમાણુ વિજ્ઞાન, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રના અદ્યતન લાભો એવા જરૂરિયાતમંદ દેશો સુધી પહોંચે જેમને તેની સખત જરૂર છે, પરંતુ સાથે જ પરમાણુ સુરક્ષા અને સલામતીનું કડક માળખું પણ જાળવી રાખવામાં આવે. ભારતના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રના અનેક સભ્ય દેશોએ આવકાર્યો છે અને વૈશ્વિક ક્ષમતા નિર્માણમાં ભારતની ભૂમિકાને બિરદાવી છે.
બીજી તરફ, 'ભારત-યુએન વિકાસ ભાગીદારી ભંડોળ'ના ૯મા વાર્ષિક કાર્યક્રમ દરમિયાન વિશ્વના અનેક દેશોએ ભારત દ્વારા મળતી માનવતાવાદી અને વિકાસલક્ષી સહાય બદલ જાહેર મંચ પરથી આભાર વ્યક્ત કર્યો હતો. લાઓસ, શ્રીલંકા, તાંઝાનિયા, મોલ્ડોવા, મોરોક્કો, માઇક્રોનેશિયા અને સેન્ટ લુસિયાના પ્રતિનિધિઓએ ભારતની એકતા અને પરસ્પર આદરની નીતિની પ્રશંસા કરી હતી. મોલ્ડોવાના રાજદૂત જ્યોર્જ લુકા અને શ્રીલંકાના રાજદૂત જયંત જયસૂર્યાએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે વૈશ્વિક સ્તરે વિકાસ સહાય દબાણ હેઠળ છે, ત્યારે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને માન આપીને સતત મદદ કરવાની ભારતની આ નીતિ ખરેખર વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવનાને સાર્થક કરે છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
