તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
પીએમ મોદીના નેતૃત્વમાં ચાલતા કેચ ધ રેન અભિયાન અંતર્ગત દેશમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવીને જળ સંચય ક્ષેત્રે મોટો રેકોર્ડ બનાવ્યો
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ સિદ્ધિ જાહેર કરી આગામી સમયમાં ભૂગર્ભ જળસ્તરને વધુ મજબૂત કરવા માટે 2 કરોડ નવા સ્ટ્રક્ચર્સનું લક્ષ્ય રાખ્યું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા 'કેચ ધ રેન'અભિયાનથી દેશભરમાં જળ સંચયની દિશામાં એક ક્રાંતિ આવી છે. આ મહત્વપૂર્ણ અભિયાનના માધ્યમથી ભારતમાં જળ સંરક્ષણના કામોને અભૂતપૂર્વ વેગ મળ્યો છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા આ રાષ્ટ્રીય અભિયાનની મોટી સિદ્ધિઓ જાહેર કરવામાં આવી છે, જેમાં જળ સુરક્ષાને લઈને અત્યાર સુધી થયેલા કાર્યોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં 1.55 કરોડથી વધુ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સનું સફળ નિર્માણ કરવામાં આવ્યું છે. જળ સંચયના આ વ્યાપક યજ્ઞમાં માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ જનસહયોગ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સી.એસ.આર. ફંડ ને મનરેગાની યોજનાઓનો પણ સિંહફાળો રહ્યો છે, જેના કારણે તેને વ્યાપક જનસમર્થન સાંપડ્યું છે. આગામી સમય માટે સરકારે વધુ મોટું લક્ષ્ય નક્કી કર્યું છે, જે અંતર્ગત વર્ષ 2026-27 દરમિયાન દેશમાં વધુ 2 કરોડ નવા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભૂગર્ભ જળસ્તરને જાળવી રાખવા માટે ટેકનિકલ ધોરણે અંદાજે 20 જેટલા વિવિધ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જેમાં તળાવો, સરોવરો, કેનાલ, બોરવેલ અને કૂવા રિચાર્જ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં દર વર્ષે અંદાજે 370 બીસીએમ (370 BCM) જેટલા ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. આ કિંમતી જળસંપત્તિને બચાવવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોનું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતારવાની યોગ્ય વ્યવસ્થા કરે, જેથી 'પાણીનું એક ટીપું પણ નકામું ન જાય'ના મંત્રને સાર્થક કરી શકાય.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
