તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
‘‘અંકલે મારા બ્રેસ્ટ દબાવ્યા, કમર ઉપર હાથ મુક્યો''
મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પિતાના મિત્રએ દીકરીની આબરૂ લેવાનો કર્યો પ્રયાસ : એક ૧૫ વર્ષની સગીરાએ પોતાની સૂઝબૂઝ અને હિમતથી એક શાતિર ગુનેગારના મનસૂબાને નિષ્ફળ બનાવી દીધાઃ બાળકીએ ચાઇલ્ડ લાઇનની મદદ લીધી અને આરોપી હવે જેલના સળિયા પાછળ

ગુના તા.૨૯: મધ્ય પ્રદેશના ગુનામાં એક સગીરા (ઉં.વ.૧૫)ને બ્લેકમેલ કરવા અને ધમકાવવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખુદ પિતાના મિત્રએ જ સગીર છોકરીને શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સગીરાએ હિમત કરીને ચાઇલ્ડ લાઇન પર ફરિયાદ નોંધાવી દીધી. ફરિયાદ બાદ ચાઇલ્ડ લાઇનની ટીમે પોલીસની મદદથી સગીરાને તેના ઘરેથી છોડાવ્યા બાદ વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરી છે.
પીડિત સગીરાએ ચાઇલ્ડ લાઇનની ટીમને આપવીતી સંભળાવતા કહ્યું કે, હું મારી નાની બહેન, પિતા અને દાદી સાથે ગુનામાં રહું છું. મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડા થતા હતા, તેથી ૮ વર્ષ પહેલા મમ્મી અમને છોડીને ગ્વાલિયર જતી રહી હતી. પિતા દારૂ પીવાના આદિ હતા. તેમના મિત્રોની ઘરે અવરજવર રહેતી હતી. ફિરોઝ ખાન કાકા પણ પપ્પા સાથે ઘરે આવતા હતા. અંકલ જ્યારે પણ ઘરે આવતા ત્યારે મને તાકી રહેતા હતા.
ચાઇલ્ડ લાઇનની ટીમને સગીરાએ વધુમાં જણાવતા કહ્યું કે, ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ફિરોઝ કાકા, તેમની પત્ની, બાળકો, મારા પપ્પા, મારી બહેન અને એક અંકલ અમે બધા લોકો કોટા (રાજસ્થાન) ગયા હતા. ફિરોઝ કાકાએ કોટામાં પોતાની પત્ની અને બાળકને છોડી દીધા અને અમે લોકો પાછા ફર્યા હતા. જ્યારે અમે રસ્તામાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે હું અને ફિરોઝ કાકા ગાડીની વચ્ચેની સીટ પર બેઠા હતા. પપ્પા અને તેમના મિત્ર આગળની સીટ પર હતા. મારી નાની બહેન પાછળની સીટ પર એકલી બેઠી હતી. ત્યારે જ ફિરોઝ કાકાએ ગંદી દાનતથી મારા બ્રેસ્ટ દબાવ્યા અને કમરમાં હાથ નાખ્યો, આ જોઈને હું ગભરાઈ ગઈ. મેં પપ્પાને કહીને ગાડી રોકાવી અને મારી બહેન સાથે પાછળની સીટ પર જઈને બેસી ગઈ.
સગીરાએ કહ્યું કે, ગુના પહોંચ્યા પછી આ ઘટનાથી હું માનસિક રીતે બહાર ન આવી શકી. પપ્પાના મિત્ર ફિરોઝ કાકા ઘરે આવતા તો મને ધમકાવતા હતા. કહેતા હતા કે, જ્યારે તું નહાઈ રહી હતી, ત્યારે તારો વીડિયો બનાવી લીધો હતો, જો મારી વાત નહીં માને તો તારો વીડિયો વાયરલ કરી દઈશ. તું ક્યાંયની નહીં રહે.
પીડિતાએ વધુમાં જણાવ્યું કે, ફિરોઝ કાકા મારા પર વારંવાર દબાણ કરતા હતા જેનાથી હું ખરાબ રીતે ડરી ગઈ હતી. હું આ વાત કોઈને કહી શકતી નહોતી. મારી નાની બહેન પણ મારી હાલત જોઈને પરેશાન હતી. મેં જેમતેમ હિમત ભેગી કરીને ચાઇલ્ડ લાઇન પર ફરિયાદ કરી દીધી.
પીડિતાની ફરિયાદ બાદ પોલીસે મોડી રાત્રે આરોપી ફિરોઝ સલીમ ખાનની તેના ઘરેથી ધરપકડ કરી લીધી અને રાત્રે ૧૨ વાગ્યે FIR નોંધવામાં આવી હતી. વ્યવસાયે ફિરોઝ હોકર છે જેને અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો છે.
ફિરોઝ પોતાના મિત્રની દીકરી પર ખરાબ નજર રાખી રહ્યો હતો, પરંતુ સગીરાની હિંમતે તેના ઈરાદા પારખી લીધા અને ફરિયાદ કરી દીધી. મામલાની જાણ હિન્દુ સંગઠનોને થતા તેમણે પણ પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરી છે.
સિટી કોતવાલી TI રાજકુમાર શર્માએ જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ BNSની કલમ ૭૪, ૭૭, ૩૫૧(૨), પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં સગીરા મેન્ટલ ટ્રોમામાં છે અને તેનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
