<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

અલ્ટીમેટમ: 'વિદેશીઓ કિવ છોડી દે...', રશિયાની ચેતવણી સામે ઝેલેન્સ્કીનો પલટવાર- 'અમે રશિયાના ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું'

​યુક્રેન-રશિયા યુદ્ધ અતિ વિનાશક તબક્કામાં: રશિયાએ વિદેશી નાગરિકો અને રાજદ્વારીઓને કિવ ખાલી કરવા કહ્યું, જ્યારે ઝેલેન્સ્કીએ ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા બમણા કરવાની આપી ધમકી

​નવી દિલ્હી/કિવ: શિયાળાની કડકડતી ઠંડી નજીક આવતા જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેના અત્યાર સુધીના સૌથી ભયાનક અને વિનાશક તબક્કામાં પ્રવેશી ગયું છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અન્ય મોટા શહેરો પર મોટા પાયે લક્ષિત જવાબી હુમલા સતત ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે.

​રશિયન વિદેશ મંત્રાલયે કિવમાં રહેતા તમામ વિદેશી નાગરિકો તેમજ વિવિધ દેશોની એમ્બેસીના કર્મચારીઓ અને રાજદ્વારીઓને તાત્કાલિક શહેર છોડી દેવા માટે કડક ચેતવણી અને આખરી અલ્ટીમેટમ આપી દીધું છે.

​'ઝૂકીશું નહીં, ઓઇલ રિફાઇનરીઓને લક્ષ્ય બનાવીશું': ઝેલેન્સ્કી
બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સ્પષ્ટ પલટવાર કરતા જણાવ્યું છે કે, રશિયાની યોજનાઓ સામે યુક્રેન ક્યારેય ઝૂકશે નહીં. તેમણે ચેતવણી આપી છે કે યુક્રેન રશિયાની આર્થિક તાકાત સમાન ઓઇલ રિફાઇનરીઓ અને ઓઇલ પ્લાન્ટ્સ પર પોતાના હુમલા બમણા કરશે અને પુતિનના યુદ્ધ મશીનને જડબાતોડ જવાબ આપશે.
​આ સામસામે અપાયેલી ધમકીઓ અને ચેતવણીઓને કારણે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે.

(11:28 AM IST)