તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 8th May 2026
UIDAIની મોટી સુવિધા: હવે OTP વગર પણ ડાઉનલોડ થશે e-Aadhaar અને ઓર્ડર કરી શકાશે PVC કાર્ડ, ફેસ ઓથેન્ટિકેશનથી થશે કામ
મોબાઇલ નંબર રજિસ્ટર્ડ ન હોય કે ખોવાઈ ગયો હોય તો પણ ચિંતા નહીં; UIDAIની નવી સુવિધાથી આધાર એપમાં ફેસ સ્કેન કરીને તરત મળશે PDF, નવા મોબાઇલ નંબરથી પણ મંગાવી શકાશે PVC આધાર કાર્ડ

નવી દિલ્હી, તા. 8 : આધાર કાર્ડ સાથે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ન હોય કે ફોન ખોવાઈ ગયો હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. UIDAIએ આધાર ધારકો માટે મોટી સુવિધા શરૂ કરી છે. હવે OTP વગર પણ e-Aadhaar ડાઉનલોડ કરી શકાશે અને PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકાશે. આ માટે UIDAIએ ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા આપી છે.
1. ફેસ ઓથેન્ટિકેશનથી e-Aadhaar ડાઉનલોડ
સત્તાવાર આધાર મોબાઇલ એપમાં 'Download Aadhaar' વિકલ્પ પસંદ કરીને આધાર નંબર, EID કે VID નાખ્યા બાદ કેમેરાને એક્સેસ આપી ફેસ સ્કેન કરાવવાનો રહેશે. સ્કેન સફળ થતાં જ આધાર PDF તરત ડાઉનલોડ થઈ જશે, OTPની જરૂર નહીં પડે. PDFનો પાસવર્ડ તમારા નામના પહેલા ચાર અક્ષર કેપિટલમાં અને જન્મ વર્ષ હશે.
2. OTP વગર PVC આધાર કાર્ડ ઓર્ડર
UIDAIની વેબસાઇટ પર "Order Aadhaar PVC Card" વિકલ્પ પસંદ કરીને આધાર નંબર કે Virtual ID નાખવાનો રહેશે. રજિસ્ટર્ડ મોબાઇલ ન હોય તો પણ નવા મોબાઇલ નંબરથી OTP વેરિફિકેશન કરી શકાશે. પેમેન્ટ કર્યા બાદ PVC આધાર કાર્ડ ઘરે ડિલિવર થશે.
અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ
મોબાઇલ નંબર રજિસ્ટર્ડ ન હોય તો ડિજીલોકરમાંથી પણ આધાર ડાઉનલોડ કરી શકાય છે. આ ઉપરાંત આધાર સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી પણ આધારની પ્રિન્ટ કઢાવી શકાય છે.
UIDAIના આ નવા અપડેટથી એવા લાખો લોકોને ફાયદો થશે જેમનો મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી અથવા ખોવાઈ ગયો છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
