News of Tuesday, 1st September 2026
મનુસ્મૃતિ સળગાવી આરએસએસ મુખ્યાલય સામે ઉદિત રાજનો ધડાકો: અચાનક વિરોધ પ્રદર્શન થતાં દિલ્હી પોલીસે કાર્યકરો સાથે અટકાયતમાં લીધા
ખડગેના કાર્યક્રમ બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદે દિલ્હી ગરમાવ્યું: ઉદિત રાજે કહ્યું—દેશ મનુસ્મૃતિથી નહીં, ભારતના બંધારણથી જ ચાલશે: રાહુલ સામેની એફઆઈઆરનો વિરોધ કેશવ કુંજ સુધી પહોંચ્યો: મનુસ્મૃતિ અને પ્રતીકાત્મક ખાખી ગણવેશ સળગાવતાં પોલીસ તાત્કાલિક હરકતમાં

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને અસંગઠિત કામદાર-કર્મચારી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. ઉદિત રાજને આજે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેશવ કુંજ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાયતમાં લીધા હતા. ઉદિત રાજ સાથે કોંગ્રેસ તથા ડોમ પરિસંઘના કાર્યકરો અચાનક પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ મનુસ્મૃતિની નકલો તથા સંઘના પ્રતીકાત્મક ખાખી ગણવેશને આગ ચાંપી ‘દેશ ભારતના બંધારણથી ચાલશે’ના નારા લગાવ્યા. પોલીસ ઉદિત રાજ સહિત અનેક લોકોને પહાડગંજ પોલીસ મથકે લઈ ગઈ હતી.
વિવાદની શરૂઆત ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તા. ૮ ઓગસ્ટની સભા પછી થઈ હતી. તા. ૧૦ ઓગસ્ટે રામલીલા મેદાનમાં એક ધાર્મિક સંગઠને ‘શુદ્ધિકરણ હવન’ કર્યો હતો. કોંગ્રેસે તેને ખડગે અને દલિત સમાજનું અપમાન ગણાવ્યું છે. બીજી તરફ હવન કરનાર સંગઠને જાતિવાદી હેતુ હોવાનો ઇનકાર કરી કાર્યક્રમ સ્થળની સફાઈ અને ધાર્મિક કારણોનો દાવો કર્યો છે.
આ મુદ્દે રાહુલ ગાંધીએ કડક નિવેદનો આપ્યા બાદ હલ્દવાની કોતવાલી પોલીસ મથકે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ કાયદાની જોગવાઈઓ લગાવવામાં આવી છે. નૈનિતાલના વરિષ્ઠ પોલીસ અધિકારીએ તપાસની પુષ્ટિ કરી છે
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
