News of Wednesday, 25th November 2026
યુએઈના રાસ : અલ ખૈમાહમાં બસ અને : ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ૧૩ લોકોનાં કરૂણ મોત, મૃતકોમાં ભારતીયો પણ સામેલ
૪૧ મુસાફરોને લઈને જતી બસ રસ્તા ઉપર ઊભેલી ટ્રક સાથે અથડાઈઃ ૧૪ ઘાયલ, ભારતીય વાણિજ્ય દૂતાવાસે હેલ્પલાઇન શરૂ કરી

દુબઈ, તા. ૨૫ : સંયુક્ત આરબ અમીરાતના રાસ અલ ખૈમાહમાં મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ૧૪ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ભારતીય નાગરિકો પણ સામેલ હોવાનું ભારતીય વાણિજ્ય દૂતાવાસે સમર્થન આપ્યું છે.
અલ વતન રોડ ઉપર ૪૧ મુસાફરોને લઈને જઈ રહેલી બસ યાંત્રિક ખામી સર્જાતાં રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. શરૂઆતમાં ૧૧ લોકોનાં મોત થયાનું જાહેર કરાયું હતું, પરંતુ સારવાર દરમિયાન વધુ બે વ્યક્તિએ દમ તોડતાં મૃત્યુઆંક વધીને ૧૩ થયો હતો.
દુબઈ ખાતેના ભારતીય વાણિજ્ય દૂતાવાસે દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરીને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. અકસ્મતમાં કેટલા ભારતીયોનાં મોત થયાં છે તેની ચોક્કસ સંખ્યા હજુ જાહેર કરવામાં આવી નથી. ભારતીય નાગરિકોની મદદ માટે ચોવીસ કલાક કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૮૦૦-૪૬૩૪૨ જાહેર કરવામાં આવ્યો છે. (૩૭.૭)
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
