<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

અમેરિકાના બે રાજ્યોએ ઈલોન મસ્કની કંપનીઓ સામે અદાલતમાં કેસ દાખલ કર્યા : કૃત્રિમ બુદ્ધિમત્તાથી વાંધાજનક તસવીરો બનાવવાના મામલે ગંભીર આક્ષેપો

બંને રાજ્યોએ આક્ષેપ કર્યો છે કે કંપનીઓએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખ્યા વગર આ સુવિધા ઉપલબ્ધ કરાવી અને ગ્રાહકોને તેની સલામતી અંગે ગેરમાર્ગે દોર્યા

વોશિંગ્ટન: અમેરિકાનાં વર્જિનિયા અને ઓરેગોન રાજ્યોએ ઈલોન મસ્કની કંપનીઓ સામે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ગ્રોક દ્વારા લોકોની સંમતિ વિના જાતીય પ્રકારની તસવીરો બનાવવાના આરોપસર અલગ અલગ કેસ દાખલ કર્યા છે. 

બંને રાજ્યોએ આક્ષેપ કર્યો છે કે કંપનીઓએ પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખ્યા વગર આ સુવિધા ઉપલબ્ધ કરાવી અને ગ્રાહકોને તેની સલામતી અંગે ગેરમાર્ગે દોર્યા. 

ફરિયાદોમાં બાળકોને દર્શાવતી વાંધાજનક કૃત્રિમ તસવીરોનો મુદ્દો પણ ઉઠાવાયો છે. રાજ્ય સરકારોએ દંડ, વળતર અને આવી પ્રવૃત્તિ રોકવાના અદાલતી આદેશોની માંગ કરી છે. 

કંપનીએ બાળકો સંબંધિત જાતીય સામગ્રી અને સંમતિ વિનાની સ્પષ્ટ તસવીરોને અસ્વીકાર્ય ગણાવી સુરક્ષા નિયંત્રણો કડક બનાવ્યાનું જણાવ્યું છે. આક્ષેપો ઉપર અદાલતી નિર્ણય હજુ આવ્યો નથી. 

 

(9:59 PM IST)