તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
ગાઝિયાબાદના સીમાડા વિસ્તારમાં હરનંદીપુરમ અને એરોસિટી નામે બે નવી મોડર્ન ટાઉનશીપ આકાર લેશે
દિલ્હી-એનસીઆરમાં સ્વપ્નનું ઘર બનાવવાની વિશિષ્ટ તક પૂરી પાડવા ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાશે

ગાઝિયાબાદ: દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આધુનિક આશિયાનું બનાવવા ઈચ્છતા નાગરિકો માટે ગાઝિયાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચાલુ માસના અંતે યોજાનારી મહત્ત્વની બોર્ડ મીટિંગમાં લેઆઉટ, ડીપીઆર અને જમીન સંપાદન મોડેલને આખરી મંજૂરી આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓથોરિટી દ્વારા ગાઝિયાબાદના આઉટર વિસ્તારોમાં સુનિયોજિત શહેરીકરણનો વ્યાપ વધારવા માટે 'હરનંદીપુરમ' અને 'એરોસિટી' નામથી બે વિશાળ ટાઉનશીપ વિકસાવવાની દિશામાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના માટે ડ્રોન અને જમીની સર્વેક્ષણ પૂર્ણ કરી લેવાયા છે.
જીડીએના સચિવ વિવેક કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, બોર્ડ બેઠકમાં હરનંદીપુરમના લેઆઉટ અને ડીપીઆર ઉપરાંત એરોસિટી માટે જમીન સંપાદન કરવાના મોડેલ અને 'બંધા રોડ'ના વિકાસના પ્રસ્તાવોને લીલી ઝંડી અપાશે.
આ દરખાસ્તો મંજૂર થવાથી સીમાડાના વિસ્તારોમાં કનેક્ટિવિટી ક્ષેત્રે મોટો સુધારો થશે અને આગામી સમયમાં રિયલ્ટી સેક્ટરના વિકાસને નવી ઊંચાઈ મળશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
