<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ઈરાન યુદ્ધના બે મહિના પછી વિશ્વ મંદીના ઘેરાયા વાદળો : અમેરિકાએ યુદ્ધમાં ₹95 લાખ કરોડ ખર્ચ્યા હોવાનો દાવો

તેલના ભાવ ઊંચા રહેશે, તો વૈશ્વિક આર્થિક વૃદ્ધિ લગભગ 2% સુધી ઘટી શકે જેને સામાન્ય રીતે વૈશ્વિક મંદી માનવામાં આવે છે

નવી દિલ્હી : ગત 28 ફેબ્રુઆરીએ ઈરાન સામે અમેરિકાના યુદ્ધને શરૂ થયાને બે મહિના થઈ ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને ટૂંકી અને નિર્ણાયક લડાઈ ગણાવી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાતી દેખાય છે. યુદ્ધ બંધ થઈ ગયું છે, પરંતુ તે સમાપ્ત થયું નથી. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 3,600 થી વધુ ઈરાનીઓ માર્યા ગયા છે, જેમાં 1,700 થી વધુ નાગરિકોનો સમાવેશ થાય છે.

    આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયર-ઓલિવિયર ગોરિન્હાસે ચેતવણી આપી છે કે જો સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહેશે અને તેલના ભાવ ઊંચા રહેશે, તો વૈશ્વિક આર્થિક વૃદ્ધિ લગભગ 2% સુધી ઘટી શકે છે, જેને સામાન્ય રીતે વૈશ્વિક મંદી માનવામાં આવે છે. IMF એ જણાવ્યું હતું કે યુદ્ધ પહેલા, આ વર્ષે વૈશ્વિક ફુગાવો 4.1% થી ઘટીને 3.8% થવાનો અંદાજ હતો, પરંતુ હવે તે 4.4% સુધી પહોંચવાનો અંદાજ છે.

(6:21 PM IST)