તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત
તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ તિરુગ્નાનસંબંથમનું મૃત્યુ :બંને પરિવારોમાં શોકની લાગણી: ભારતીય કોન્સ્યુલેટે મૃતદેહોને ભારત પરત લાવવામાં પરિવારોને શક્ય તમામ કોન્સ્યુલર સહાય આપવાની ખાતરી આપી .

કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે બંનેના મોતની પુષ્ટિ કરી છે. મૃતકોની ઓળખ તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ તિરુગ્નાનસંબંથમ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં બંને પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે. ભારતીય કોન્સ્યુલેટે મૃતદેહોને ભારત પરત લાવવામાં પરિવારોને શક્ય તમામ કોન્સ્યુલર સહાય આપવાની ખાતરી આપી છે.
વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંને વિદ્યાર્થીઓના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. કોન્સ્યુલેટે જણાવ્યું કે મનોજ શિવકુમાર અને શ્રીશરણ તિરુગ્નાનસંબંથમના પરિવારો અને તેમના સ્વજનો સાથે આ મુશ્કેલ સમયમાં ભારત સરકારની સંવેદના છે. સાથે જ બંનેના પાર્થિવ શરીરને ભારત પરત લાવવા માટે જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. કોન્સ્યુલેટ સ્થાનિક અધિકારીઓ અને મૃતકોના પરિવારો સાથે સંપર્કમાં રહીને પ્રક્રિયામાં સહયોગ કરી રહ્યું છે.
કેનેડિયન મીડિયા અહેવાલો અનુસાર, સાસ્કાચેવનના કિસ્બે નજીક એક Cessna 172 વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન મેનિટોબા સ્થિત Harv’s Air સાથે સંકળાયેલું હતું અને રેજિનાથી સ્ટેઇનબેક, મેનિટોબા તરફ જતું હતું. ફ્લાઇટમાં કાર્લાઇલ, સાસ્કાચેવન થઈને જવાનું હતું. વિમાન નિર્ધારિત સમયે ગંતવ્ય પર ન પહોંચતા શુક્રવારે સવારે લગભગ 10:30 વાગ્યે કેનેડાના Transportation Safety Boardને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
